823 Total Views
સુરત, તા. 18 ઓક્ટોબર 2021 સોમવાર
ગુજરાતના સુરતના કડોદરામાં આજે સવારે પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ લાગી ગઈ. આ ઘટનામાં અત્યાર સુધી બે મજૂરના મોત નીપજ્યા છે અને કેટલાક લોકો ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે જ્યારે હાઈડ્રોલિક લિફ્ટ દ્વારા 125થી વધારે મજૂરોને બચાવી લેવાયા છે. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની કેટલીક ગાડીઓ હજુ પણ હાજર છે. જાણકારી અનુસાર ઘટના તે સમયે થઈ જ્યારે મજૂર પાંચમા માળ પર કામ કરી રહ્યા હતા.
સૂત્રો અનુસાર કેટલાક લોકોએ જીવ બચાવવા માટે કથિત રીતે ઈમારતમાંથી કૂદકો માર્યો જેમાં બે વ્યક્તિના મોત નીપજ્યા. પોલીસે જણાવ્યુ કે કડોદરા ઓદ્યોગિક ક્ષેત્ર સ્થિત એકમથી 100થી વધારે લોકોને સુરક્ષિત નીકાળ્યા છે અને ઘટનામાં કેટલાક કર્મચારીઓ દાઝી ગયા છે. બચાવ અભિયાન હજુ પણ ચાલુ છે.
કડોદરાના પોલીસ નિરીક્ષકે જણાવ્યુ કે વીવા પેકેજિંગ કંપનીમાં લગભગ સાડા ચાર વાગે આગ લાગી ગઈ હતી. આગ એકમના પહેલા માળે લાગેલી અને તાત્કાલિક જ અન્ય માળ પર પણ ફેલાઈ ગઈ. ઈમારતની અંદર ફસાયેલા શ્રમિકોને નીકાળવા માટે ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો. અધિકારીઓએ જણાવ્યુ કે આગ લાગવાનુ કારણ હજુ જાણી શકાયુ નથી.