India

કૃષિ કાયદા ના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલનસુપ્રીમ કોર્ટ માં સુનવણી થઇ તો ચીફ જસ્ટિસે ટિપ્પણી.

 1,235 Total Views

કૃષિ કાયદા ના મુદ્દા પર ચાલી રહેલા ખેડૂત આંદોલન ની વચ્ચે હવે દરેક લોકોની નજર 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પર ટકેલી છે. ખેડૂતોએ આ દિવસે મોટી ટ્રેકટર રેલી કાઢવાની વાત કહી છે, જેનો દિલ્હી પોલીસ એ વિરોધ કર્યો. હવે જ્યારે સોમવારના રોજ આ મુદ્દા પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં સુનવણી થઇ તો ચીફ જસ્ટિસે ટિપ્પણી કરી કે માર્ચ કે ધરણાની મંજૂરી આપવાનું કામ કોર્ટનું નહીં પોલીસનું છે.

આપને જણાવી દઇએ કે ખેડૂતોએ એલાન કર્યું કે ગણતંત્ર દિવસના અવસર પર તેઓ દિલ્હીમાં ટ્રેકટર રેલી નીકાળશે. આ ટ્રેકટર રેલી દિલ્હીના રિંગ રોડ પર હશે. જો કે દિલ્હી પોલીસે તેનો વિરોધ કર્યો અને કાયદો વ્યવસ્થા બગડવાનો હવાલો આપ્યો. તેને લઇ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરાઇ.

સોમવારે જ્યારે આ મુદ્દાની સુનવણી થઇ તો ચીફ જસ્ટિસની તરફથી આકરી કડક ટિપ્પણી કરાઇ. કોર્ટે કહ્યું કે રામલીલા મેદાનમાં પ્રદર્શનની મંજૂરી પર પોલીસને નિર્ણય કરવાનો છે. સાથો સાથ કોર્ટે એમ પણ કહ્યું કે શહેરમાં કેટલાં લોકો, કેવી રીતે આવશે એ પોલીસ નક્કી કરશે.

ચીફ જસ્ટિસે કહ્યું કે શું હવે કોર્ટ કહેશે કે સરકારની પાસે પોલીસ એક્ટની અંતર્ગત શું શક્તિ છે. જો કે જ્યારે સોલિસિટર જનરલની તરફથી ગણતંત્ર દિવસનો હવાલો આપી કોર્ટના નિર્દેશની અપીલ કરી તો હવે તેના પર વિસ્તારથી બુધવારના રોજ સુનવણી કરાશે.

આપને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટ પહેલાં જ આ મુદ્દાની સુનવણી કરી રહ્યું છે. જ્યાં કોર્ટે એક કમિટીની રચના કરી છે, જે ખેડૂતો અને સરકારની વચ્ચે ચાલી રહેલા કૃષિ કાયદાને લઇ વિવાદને ઉકેલવાનું કામ કરશે. આ બધાની વચ્ચે ખેડૂતોનું આંદોલન સતત ચાલી રહ્યું છે, ખેડૂતો કમિટીનો બહિષ્કાર કરવાની વાત કહી છે.

Leave a Reply

Your email address will not be published.