India

ચાલાક ચીનની વધુ એક પોલ ખુલી! આ ચીની સ્માર્ટફોનમાં હતો કપડાની આરપાર જોતો X-ray કેમેરા!

 426 Total Views

ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની વનપ્લસના એક ફોનનું સીક્રેટ ફીચર થોડા દિવસ પહેલા ખૂબ ચર્ચામાં રહ્યું હતું. આ સિક્રેટ ફીચર ફોનના કેમેરામાં છુપાયેલ હતું. આ અંગે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો પણ યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં દેખાય છે કે OnePlus 8 Proનો કેમેરો X-Rayની જેમ આરપાર જોઈ શકે છે. જો કે, આ વાત સામે આવતા આ સેંસરને ડિસેબલ કરવામાં આવ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ OnePlus 8 Pro સ્માર્ટફોનમાં એક ખાસ રીતે ઇન્ફ્રારેડ ફોટોક્રોમ લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જે અમુક પ્લાસ્ટિક અને કપડાની આરપાર જોવામાં સક્ષમ હતો. થોડા દિવસ પહેલા એક યુઝર્સે આનો એક શોર્ટ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો હતો. જેમાં OnePlus 8 Proનો કેમેરો X-Rayની જેમ કામ કરે છે એવું દેખાડવાની કોશિશ કરવામાં આવી હતી. ફોનનું આ ફીચર કેમેરા એપ Photochrom ફિલ્ટરના માધ્યમથી કામ કરે છે. વનપ્લસ 8 પ્રોનો ઉપયોગ કરતા યુઝરને આ ફીચર અંગે જાણ થઈ.

આ સિવાય યુઝર્સે Oculus Quest કંટ્રોલર્સ પર પણ વનપ્લસ 8 પ્રોના આ કેમેરા ફીચરને ટ્રાય કર્યો. પોસ્ટ કરેલ ટ્વીટમાં તેનું પરિણામ જોઈ શકાય છે. રિપોર્ટ મુજબ, ફોનના ફીચર અંગે જાણ થતા જ વનપ્લસ તરફથી અપડેટ આપી આને ડિસેબલ કરવામાં આવ્યું છે. ઉપરાંત, કન્ફર્મ પણ કરવામાં આવ્યું છે કે આ હવે કોઈ પણ રીતે કામ નહીં કરે.

Leave a Reply

Your email address will not be published.