691 Total Views
ગણા લોકો સાથે એવું થાય છે કે તેઓ એટીએમ કાર્ડ પોતાની પાસે ન રાખવાના કારણે પૈસા નથી નિકાળી શક્તા. પરંતુ ગત કેટલાક સમયમાં એસબીઆઇ સહિત ગણી બેંકો ગ્રાહકોને કાર્ડલેસ કૈશ નિકાળવાની સુવિધા આપી રહી છે. આ કડીમાં વધુ એક બેંક જોડાઇ ગઇ છે. આ ખાનગી ક્ષેત્રની આરબીએલ બેંક છે.
આરબીએલ બેંકે એટીએમ વગર કાર્ડલેસ સુવિધાની શરૂઆત કરી છે. બેંકે કહ્યું કે તેમણે આ સુવિધા માટે વૈશ્વિક ફાઇનાન્સ ટેકનોલોજી પ્રદાતા કંપની એમ્પેજ પેમેન્ટ સિસ્ટમ્સ સાથે જોડાણ કર્યું છે.
બેંકે જણાવ્યું કે, તેમના ગ્રાહક આરબીએલ બેંકના ત્વરિત ધન હસ્તાંતરણ (આઇએમટી) સેવાથી લેસ 389 અને અન્ય બેંકોના 40 હજારથી વધુ એટીએમથી ડેબિટ કાર્ડનો ઉપયોગ કર્યા વગર પૈસા નિકાળી શકે છે.
આ સુવિધાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકને આરબીએલ બેંકના મોબેંક એપમાં લોગ ઇન કરી એટીએમનું સ્થાન આપવાનું રહેશે. જે આઇએમટીથી લેસ છે.
તેઓ તેના પછી બેંકના એટીએમ મશીનથી રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી અથવા એપમાં આપેલ કેટલાક વિકલ્પોનો પ્રયોગ કરી કાર્ડલેસ પૈસા ઉપાડી શકે છે.
તમને જણાવી દઇએ કે, આરબીએલ બેંક પહેલા એસબીઆઇ યોનો એપ દ્વારા આ સુવિધા આપી રહી છે. આ સિવાય અન્ય ગણી બેંકો પણ આ સુવિધા આપી રહી છે.