1,004 Total Views
એક તરફ કોરોનાનો કહેર વધી રહ્યો છે ત્યારે બીજી તરફ ભાજપના નેતાઓ રેલી નીકાળી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં સતત વધારો નોંધાયો છે જેને લઇને અમદાવાદ બાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં પણ કરફ્યૂ લગાવવામાં આવ્યા છે. જ્યારે ભાજપના MLA સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. માંડવીની કરંજ ગામની સ્કૂલમાં સમારોહ યોજવામાં આવ્યો જેમા ધારાસભ્ય આત્મારામ પરમાર, ગણપત વસાવા પહોંચ્યા હતા.
મળતી માહિતી અનુસાર MLA આત્મારામ પરમાર અને ગણપત વસાવાએ સત્કાર સમારોહને લઇને રેલી યોજી હતી. આ રેલી ખુલ્લી જીપમાં ડીજેના તાલે યોજવામાં આવી હતી. જેમા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા. તે સિવાય સ્વાગત સમારોહમાં ભાજપના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઢડા બેઠક પરથી જીતેલા આત્મારામ પરમારનો વતનમાં સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમા માંડવીના કરંજ ગામે આવેલ સ્કૂલ પરથી ખુલ્લી જીપમાં બેસી આત્મારામ પરમાર અને કેબિનેટ મંત્રી ગણપત વસાવાની રેલી નીકાળવામાં આવી હતી. જેમા બીજેપીના કાર્યકરો સામેલ થયા હતા. જેમણે ફટાકડા ફોડી સ્વાગત કર્યું હતું, ડીજે સાથે રેલીમાં લીમીટેડ લોકો હતા પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નામે ઝીરો હતો. તેમજ મોટે ભાગના લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.