GUJARAT

નડિયાદ ના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પોષી પૂનમ ના દિવસે બોર ઉછાળવાની બદલાવ આવ્યો.

 1,264 Total Views

કોરોના કાળ ને કારણે દેશમાં અનેક પરંપરાઓ બદલાઈ ગઈ. ત્યારે નડિયાદ ના સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે પણ પોષી પૂનમ ના દિવસે બોર ઉછાળવાની જે પરંપરા હતી, તેમાં બદલાવ આવ્યો છે. કોરોનાને કારણે મંદિરના મહારાજએ આજ્ઞા કરી હતી કે કોઈ પણ ભક્તો એ બોર ઉછાળવા નહીં, જે આજ્ઞાને અનુસરતા આજે મંદિરમાં ભક્તો માટે બોર એકત્ર કરવાના કાઉન્ટર રાખવામાં આવ્યા હતા.

સુપ્રસિદ્ધ સંતરામ મંદિર ખાતે આજના દિવસે બોર ઉછાળવાનો વિશેષ મહિમા છે. માનવામાં આવે છે કે વર્ષો પહેલા સંતરામ મહારાજના એક ભક્તનું બાળક યોગ્ય રીતે બોલી શકતું ન હતું. જાણે મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ મહારાજની બાધા રાખી હતી, અને તેમનું બાળક યોગ્ય રીતે બોલતું થઈ ગયું હતું. બાધા પુરી કરવા આ ભક્તે પોતાના ખેતરમાંથી બોર લાવી મન્દિરમાં ઉછાડયા હતા. બસ એ દિવસથી દર પોષી પૂનમે સંતરામ મનીરમાં બોર ઉછાળવાની પરંપરા ચાલતી આવી છે.

નડિયાદ શ્રી સંતરામ મંદિરમા પોષી પુનમનુ વિશેષ મહત્વ છે. મંદિરમા પોષી પુનમને બોર પુનમ તરીકે ઉજવવામા આવે છે. સંતાન બોલતુ થાય તેની માનતા પુરી કરવા હજારોની સંખ્યામાં લોકો દેશ-વિદેશથી સંતરામ મંદિરમાં આવે છે. અને હજારો મણ બોરની ઉછામણી કરવામાં આવે છે. અને બોરનો પ્રસાદ ઝીલવા પણ મોટી સંખ્યામાં ભક્તો મંદિરમા ઉમટે છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને કારણે મંદિરમાં બોરપુનમની ઉજવણી થઈ શકે અને કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તે માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી.

200 વર્ષથી ચાલી આવતી આ પરંપરામા આજે પ્રથમ વાર મંદિરમાં બોર ઉછાળવાની જગ્યાએ મંદિર દ્વારા 50થી વધુ ઉભા કરાયેલ કાઉન્ટરો પર ભક્તોએ બોર જમા કરાવી બોરનો પ્રસાદી લઈ માનતા પુરી કરી હતી. જોકે બોર જમા કરાવ્યા બાદ મંદિરમા પ્રવેશ કરી દર્શનનો લ્હાવો લઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોરોના સંક્રમણને લઈ ભક્તોની આસ્થાને માન આપી મંદિર ધ્વારા આ નિર્ણય લેવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.