Business

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા બંધ કર્યા બાદ એક સમાચાર સામે આવી રહ્યા છે.

 1,283 Total Views

રાજ્ય અને કેન્દ્ર સરકાર પર કોરોનાવાયરસની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર સતત નવી જાહેરાતો કરી રહી છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા બંધ કર્યા બાદ હવે બીજા એક સમાચાર સામે આવી રહ્યા છે. માહિતી અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓને પગાર વધારા માટે વધુ સમય રાહ જોવી પડશે.

નરેન્દ્ર મોદી સરકાર  કેન્દ્રીય કર્મચારીઓનો (Central employees)પગાર વધારો મોકૂફ રાખીને 5૦ લાખ કર્મચારીઓને વધુ એક આંચકો આપવાની તૈયારીમાં છે. આ રીતે મોદી સરકાર લગભગ 4000 કરોડ રૂપિયા બચાવશે. મોદી સરકાર (Narendra Modi government) આવતા મહિનાથી કોરોનાની રસી આપવાનું અભિયાન શરૂ કરવા માગે છે. તેના માટે કેટલો ખર્ચ થશે એ નક્કી નથી તેથી આકસ્મિક ખર્ચની જોગવાઈના ભાગરૂપે આ નિર્ણય લેવાશે.

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો મોકૂફ રાખવાની જાહેરાત
કોરોનાના કારણે મોદી સરકારે (Narendra Modi government) કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો 19 મહિના માટે મોકૂફ રાખવાની જાહેરાત પહેલાં જ કરી દીધી છે. 2021ના જુલાઈ મહિના સુધી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો નહીં કરીને મોદી સરકાર લગભગ 15 હજાર કરોડ રૂપિયાની બચત કરશે.

PM મોદી (PM Narendra Modi )સમક્ષ આ દરખાસ્ત નીતિ આયોગે મૂકી હતી. PM મોદીને આ દરખાસ્ત ગમી જતાં તેમણે નાણાં સચિવને તમામ મંત્રાલયો અને વિભાગો સાથે ચર્ચા કરીને રીપોર્ટ બનાવવા કહ્યું હતું. આ રીપોર્ટ તૈયાર કરીને PM મોદીને મોકલી દેવાયો છે. કેબિનેટની હવે પછીની બેઠકમાં તેના પર ચર્ચા થાય અને એકાદ અઠવાડિયામાં અંતિમ નિર્ણય લેવાઈ જશે.

આ વર્ષે એપ્રિલમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi )અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં વધારો ટાળી દેવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.