International

નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉને આપ્યો વિચિત્ર આદેશ, ખાસ મિત્ર ચીનના શ્વાસ અદ્ધર

 439 Total Views

દુનિયા આખી કોરોના મહામારીનો સામનો કરી રહી છે. સૌકોઈ આ મહામારીને મ્હાત આપવા નનવી નવી રીતો અપનાવી રહી છે. પરંતુ ઉત્તર કોરિયાને લઈને સ્થિતિ જ કંઈક ઔર છે. ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉને દેશમાં કોરોના વાયરસને ફેલાતો રોકવા ફરી એકવાર તઘલખી નિર્ણય લેતા ચીન જ બરાબરનું વિસામણમાં મુકાયું છે.

કિમ જોંગ ઉને કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ચીન તરફથી આવનારા કોઈ પણ વ્યક્તીને ગોળીએ દેવાના આદેશ આપ્યા છે. દક્ષિણ કોરિયામાં તૈનાત અમેરિકી સેનના કમાંડરે આ જાણકારી આપી છે. જાણકારી પ્રમાણે ઉત્તર કોરિયાની નબળી સ્વાસ્થ્ય સેવાઓ કોરોના મહામારીનો સામનો કરવામાં નિષ્ફળ રહી છે. ઉત્તર કોરિયામાં હજી સુધી એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. ઉત્તર કોરિયાએ કોરોનાને નાથવા ચીન સાથે અડીને આવેલી તેની સરહદ છેક જાન્યુઆરી મહિનાથી જ સીલ કરી દીધી હતી.

નોર્થ કોરિયા અને ચીન મિત્ર દેશ છે. કિમ અનેક વખત ટ્રેન દ્વારા ચીનનો પ્રવાસ કરી ચૂક્યા છે. નોર્થ કોરિયા ચીનથી મોટી માત્રામાં માલની આયાત કરે છે. પરંતુ જે ‘તારતુ તે જ મારતુ’ માફક ઉત્તર કોરિયાએ જ મિત્ર દેશ ચીનના નાગરિકોને ગોળીએ દેવાના આદેશ છોડ્યા છે. યુએસ ફોર્સ કોરીયા (USFK)ના કમાન્ડર રોબર્ટ અબ્રામ્સે એક ઓનલાઇન કોન્ફ્રન્સમાં જણાવ્યું હતું કે, સરહદ બંધ થવાને કારણે માલ-સમાનની દાણચોરી વધી છે. જેને રોકવા માટે અધિકારીઓએ વધુ મહેનત કરવી પડે છે. નોર્થ કોરિયાએ સરહદના એક કે બે કિમી. વિસ્તારમાં એક નવો બફર ઝોન બનાવ્યો છે. તેમણે ત્યાં સ્પેશ્યલ ઓપરેશન ફોર્સ (SOF) તૈનાત કરી છે. આ ફોર્સને આદેશ આપવામાં આવ્યો છે કે બફર ઝોનમાં દેખાનાર વ્યક્તિને ઠાર મારવામાં આવે.

અબ્રામ્સના જણાવ્યા અનુસાર, પરમાણુ કાર્યક્રમના કારણે નોર્થ કોરિયા પહેલેથી જ આર્થિક પ્રતિબંધો સાથે સંઘર્ષ કરી રહ્યું છે. સરહદ બંધ થવાને કારણે, ચીનથી કરવામાં આવતી તેની આયાતમાં 85% ઘટાડો થયો છે. જ્યારે, નોર્થ કોરિયા પણ ટાઇફૂન (ચક્રવાત)ની અસરોમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમાં બે હજારથી વધુ ઘરો નાશ પામ્યા હતા.

જાહેર છે કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં કિમની તબિયત લથડતા હોવાના અહેવાલો વહેતા થયા હતા. જે ખોટા ઠર્યા હતાં. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે જ ગત ગુરુવારે ટ્વિટ કર્યું હતું, કિમ જોંગ-ઉનની તબિયત સારી છે.

Leave a Reply

Your email address will not be published.