GUJARAT

નોર્થ કોરિયાએ લૉન્ગ રેન્જ મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ, પરંતુ તાનાશાહ કિમ જોંગ જોવા મળ્યો નહીં

 576 Total Views

ત્રણ દિવસ પહેલા નૉર્થ કોરિયાએ પોતાનો 73મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ અવસરે તાનાશાહ કિમ જોંગે હથિયારોનુ પ્રદર્શન કર્યુ નહીં તો તમામ હેરાન થઈ ગયા. જોકે હવે એક વાર ફરી કિમ જોંગે પોતાના દુશ્મનોને તાકાત બતાવવા માટે નવી ચાલ રમી છે. નૉર્થ કોરિયાએ હવે લૉન્ગ રેન્જ મિસાઈલનુ પરીક્ષણ કર્યુ.

મિસાઈલ પરીક્ષણની તસવીર પણ જારી

નૉર્થ કોરિયાની સેન્ટ્રલ એજન્સીએ મિસાઈલ પરીક્ષણની તસવીર પણ જારી કરી છે. એક અખબારમાં મિસાઈલ પરીક્ષણનુ વર્ણન કરનાર એક લેખની સાથે બે તસવીર છાપવામાં આવી છે જેમાં એક મિસાઈલને લૉન્ચ અને આકાશમાં ઉડતી દર્શાવવામાં આવી છે.

જાણકારી અનુસાર, 1500 કિલોમીટરની રેન્જવાળા આ મિસાઈલને સફળતાની સાથે લૉન્ચ કરવામાં આવી છે. પરીક્ષણ દરમિયાન મિસાઈલોએ પોતાના લક્ષ્યને ભેદ્યા પહેલા 7,580 સેકન્ડમાં 1500 કિલોમીટરનુ અંતર નક્કી કર્યુ. જોકે સરકારી રિપોર્ટ અનુસાર કિમ જોંગ આ અવસરે હાજર રહ્યો નહોતો.

આ વખતે પરીક્ષણ દરમિયાન હાજર નહોતો કિમ જોંગ

પહેલા ઘણીવાર મિસાઈલ પરીક્ષણ દરમિયાન કિમ જોંગની પણ તસવીર સામે આવતી હતી. જેમાં તેઓ પરીક્ષણ દરમિયાન પોતે હાજર રહેતા હતા. તાજેતરમાં જ કિમ જોંગને નોર્થ કોરિયાના સ્થાપના સમારોહની એક પરેડમાં જોવામાં આવ્યો હતો. જેમાં તે સૈનિક હેજમેટ સૂટમાં જોવો મળ્યો. આ દરમિયાન તેનુ વજન પહેલા કરતા ઘણુ ઓછુ જોવા મળ્યુ.

Leave a Reply

Your email address will not be published.