International

નેપાળ ઉત્તરાખંડમાં કલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે.

 752 Total Views

નેપાળ ઉત્તરાખંડમાં કલાપાની નજીક તેની સરહદ પાર સૈન્ય તૈનાત કરવા માટે કાયમી ક્વાર્ટર્સ અને બેરેક બનાવી રહ્યું છે. નેપાળ ઉત્તરાખંડના કલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારો પર પોતાનો દાવો રજૂ કરી રહ્યું છે. નેપાળનું આ પગલું એકદમ ચોંકાવનારું છે કારણ કે આ પહેલા નેપાળે આ વિસ્તારમાં ક્યારેય સૈનિકોની તૈનાતી કરી નહોતી.

આ બેરેક કાલાપાનીથી 13 કિલોમીટર દૂર ચંગરુમાં બનાવવામાં આવી રહી છે. આ વર્ષની શરૂઆતમાં નેપાળે કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા વિસ્તારોને સસામેલ કરતો પોતાના દેશનો નવો નકશો બહાર પાડ્યો હતો. ભારતે સતત કહ્યું છે કે આ ત્રણેય વિસ્તાર ઉત્તરાખંડના પિથૌરગઢ જિલ્લામાં આવે છે.

શુક્રવારે નેપાળના ગૃહમંત્રી રામ બહાદુર થાપાએ ચંગરૂમાં બેરેક અને ક્વાર્ટરનો શિલાન્યાસ કર્યો. આ બેરેકમાં નેપાળની સશસ્ત્ર પોલીસ દળના જવાનો હશે, જે કાયદો લાગૂ કરવાની સાથો સાથ સૈન્યની ભૂમિકા પણ નિભાવશે.

ઉત્તરાખંડ સરકારના એક સૂત્રએ ટેલિગ્રાફને કહ્યું કે થાપાએ ચંગરૂની નજીક સીતાપુલના ગ્રામીણો સાથે વાતચીતમાં કહ્યું કે નેપાળના યુવાનો માટે આર્મ્ડ પોલીસ ફોર્સમાં સામેલ થવાની શ્રેષ્ઠ તક છે કારણ કે આર્મ્ડ પોલીસ ફોર્સ વિસ્તારની યોજના બનાવી રહ્યું છે.

સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા રાજુ આર્યલે કહ્યું કે, અમે ભારત-નેપાળ સરહદ પર નજર રાખવા માટે ચંગરૂમાં એક બેરેક બનાવીશું. ઉત્તરાખંડ સરકારના એક સૂત્ર એ કહ્યું કે સરહદની નજીક નાગરિકોની હિલચાલ પર નજર રાખવા માટે સુરક્ષા દળના જવાનો ક્યારેય ગોઠવવામાં આવ્યા ન હતા. બંને દેશોના લોકો બેફિકર સરહદ પાર ફરતા હતા. પરંતુ હવે સશસ્ત્ર પોલીસ દળ આપણા નાગરિકોને તેમની ધરતી પર આવતા અટકાવી રહ્યા છે. તેથી આપણે આફણી સરહદમાં નેપાળી લોકોના પ્રવેશને મંજૂરી આપતા નથી.

તાજેતરમાં જ, નેપાળ સરકારે શાળાના અભ્યાસક્રમમાં નેપાળના નવા નકશાને પણ સામેલ કર્યો છે. જો કે, વિવાદ વધતાં સરકારે તેનો નિર્ણય પાછો ખેંચી લીધો. સ્કૂલનાં બાળકો માટે લાવવામાં આવેલા પુસ્તકનાં એક અવતરણમાં 1962મા ચીન સાથેના યુદ્ધના અંત પછી ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ નેપાળના રાજા મહેન્દ્ર સાથે તેમની સેનાને થોડોક વધુ સમય રોકાવાની વિનંતી કરી હતી. પરંતુ 60 વર્ષ પછી પણ નેપાળની ધરતી પરથી તેમની સેનાને હટાવવાને બદલે ભારત સરકાર આ નકશામાં આ ક્ષેત્રોનો સમાવેશ કરી રહ્યું છે જ્યારે આ જમીન તેને અસ્થાયી રૂપે આપવામાં આવી હતી.

નેપાળે પણ તેના દેશના એક અને બે રૂપિયાના સિક્કા પર નકશાને ચિહ્નિત કરવાનું નક્કી કર્યું છે. સ્પષ્ટ છે કે નેપાળના આવા પગલાથી ભારત અને નેપાળ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત અને તણાવ ઓછો થવાની શકયતા નહિવત છે.

Leave a Reply

Your email address will not be published.