Bollywood

એનસીબીની ટીમે ડ્રગ્સ સપ્લાયર રાહિલ રાફતની ધરપકડ કરી છે. રાહિલને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો….

 587 Total Views

સુશાંતસિંહ રાજપૂત મામલામાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નારકોટિક્સ બ્યૂરોને મોટી સફળતા મળી છે. એનસીબીની ટીમે ડ્રગ્સ સપ્લાયર રાહિલ રાફતની ધરપકડ કરી છે. રાહિલને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યો હતો. જેના પછી તેને કોર્ટમાં હાજર કરવામાં આવશે. મળતી માહિતી મુજબ રાહિલે એનસીબીની પૂછપરછમાં કેટલાક હાઈ પ્રોફાઈલ સેલિબ્રિટિઓના નામ આપ્યા છે. બોલિવૂડમાં રાહિલને સૈમ ડ્રગ અંગલના નામથી જાણતા હતા.

બોલિવૂડ સાથે જોડાયેલો છે રાહિલનો બોસ

બોલિવૂડ ઉપર એનસીબીનો ગાળીયો કસતો જઈ રહ્યો છે. રિયા ચક્રવર્તી અને શૌવિક ચક્રવર્તીની ધરપકડ અને જેલ પછી એનસીબી કરણ જોહરની કથિત ડ્રગ પાર્ટીના વીડિયોની તપાસ કરી રહી છે. ત્યારે ધરપકડ કરાયેલા સપ્લાયર સાહિલ રાફતની હજુ સુધીની સૌથી મોટી ધરપકડ છે. એક ખાનગી ચેનલના રિપોર્ટ મુજબ રાહિલનો બોસ બોલિવૂડ સાથે જોડાયેલ કોઈ માણસ છે. આ કોઈ એક્ટર હોય શકે છે, ડાયરેક્ટર હોય શકે છે અથવા તો કોઈ પ્રોડ્યુસર હોય શકે છે.

બોસના કહેવાથી હું સેલિબ્રિટીઓને ડ્રગ્સ પહોંચાડતો હતો- રાહિલ

એનસીબી હવે રાહિલને રિમાંડમાં લેવાની અપીલ કરશે. તપાસ એજન્સીને સંપૂર્ણ વિશ્વાસ છે કે રાહિત દ્વારા તે બોલિવૂડના તે મોટા નામો સુધી પહોંચી શકાય છે. જ્યાં ઈડસ્ટ્રીમાં ડ્રગ્સનો ધંધો ચાલી રહ્યો હતો. મળતી માહિતી મુજબ રાહિલે અત્યાર સુધીની પૂછપરછમાં એનસીબીને જણાવ્યું છે કે તે જે વ્યક્તિ માટે કામ કરે છે. તેને દરેક લોકો બોસના નામથી જાણે છે. આ વ્યક્તિ મોટો ડ્રગ પેડલર છે અને તે ફિલ્મ ઈંડસ્ટ્રી સાથે જોડાયેલો છે. રાહિલ પોતાના આ બોસના કહેવા પર સેલિબ્રિટીઓને મલાના ક્રિમ સપ્લાય કરતો હતો.

રાહિલે કર્યો હાઈ પ્રોફાઈલ નામોનો ખુલાસો

રાહિલે પોતાની પૂછપરછમાં બોલિવૂડના કેટલાક મોટા અભિનેતાઓના નામ પણ સામે આવ્યા છે. એનસીબી હવે આ નામોની આસપાસ પણ તપાસ કરશે અને પૂરાવા મેળવીને તેમને પણ સમન્સ મોકલશે. રાહિલ ડ્રગની દૂનિયામાં સૈમના નામથી જાણીતો હતો. જ્યારે બોલિવૂડાં લોકો તેને સૈમ ડ્રગ અંકલ પણ બોલવતા હતા.

શું ફરાર છે રાહિલના બોસ ?

એનસીબીને એક જાણકારી એ પણ મળી છે કે બોલિવૂડમાં બેઠેલા રાહિલના બોસ ફરાર છે. જ્યારે કેટલાક સૂત્રો નું કહેવું છે કે તે મુંબઈમાં જ છે. એવામાં એનસીબી જલદીથી કડક કાર્યવાહી કરશે. હવે આ બોસની ધરપકડ કરવાની કાર્યવાહી પણ કરી શકે છે. જેથી તે મોટી માછલીઓ સુધી પહોંચી શકાય. જે ઈંડસ્ટ્રીમાં મોટા પાયા ઉપર ડ્રગ્સ લેવામાં આવે છે. ડ્રગ્સ પાર્ટીઓ કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.