627 Total Views
એમ એસ ધોનીએ અચાનક વનડે અને ટી-20ની કેપ્ટનસી છોડી દેતા તેમના ફેન્સ નારાજ થઈ ગયા છે. ધોનીએ અત્યાર સુધી ભારતને સૌથી વધારે મેચો જીતાડી છે. ધોનીએ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને નંબર વન બનાવી હતી. ધોનીએ પોતાના નિવેદનો વખતે કરેલી એવી આઠ વાતો જે તેમણે એક મહાન ક્રિકેટર બનાવે છે.
1. મારો ધ્યેય બીજા કરતાં બેસ્ટ થવાનો નથી પરંતુ હું મારા કરતાં બેસ્ટ બનવાનો છે.
2. હું નેશનલ ડ્યૂટી ઉપર છું. આ સિવાય બધી જ રાહ જોઈ શકું છું
3. જો તમે 100 ટકા ફિટ નથી તેમ છતા પણ રમી રહ્યા છો તો તમે દેશ સાથે દગો કરી રહ્યા છો.
4. તમે ગમે તેટલી મેચો જીતાડો પરંતુ લોકોએ મેચોને વધારે યાદ રાખે છે જે તમે જીતાડી શક્યા નહતા.
5. હું મેદાન ઉપર 100 ટકાથી વધારે આપવાની વાત માનું છું. જોકે હું રિઝલ્ટ વિશે વધારે વિચાર કરતો નથી. જો તમે મેદાન પર શાનદાર કમિટમેન્ટ બતાવો તો આ મારા માટે જીત છે.
6. મારે પોતાને જ દોષ આપવાની જરૂરત છે. કેમ કે હું ટીમનો કેપ્ટન છું. કેપ્ટન તરીકે પરાજય માટે કેપ્ટન જવાબદાર હોય છે.
7. હું મારી પત્નીને કહું છું કે દેશ અને મારા માતા-પિતા પછી તું મારા માટે ત્રીજી સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે.
8. મારું સંપૂર્ણ ધ્યાન હાલ ક્રિકેટ ઉપર જ હોય છે. નિવૃતિ પછી હું સેના માટે કામ કરવા માંગુ છું.