Sports

ધોનીની આગેવાનીમાં ગાંગુલીએ લીધો હતો સંન્યાસ, ‘દાદા’ની અધ્યક્ષતામાં ‘માહી’નું ક્રિકેટને અલવિદા

 813 Total Views

સૌરવ ગાંગુલી અને મહેન્દ્ર સિંહ ધોની. આ ફક્ત 2 નામ નથી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમની ઓળખ છે. ‘દાદા’એ ભારતીય ટીમને ડૂબતા-ડૂબતા બહાર લાવી. નવા ખેલાડી શોધ્યા, તેમને લડવાનું શીખવ્યું, તો મહેન્દ્ર સિંહ ધોનીએ એ પ્લેઇંગ ઇલેવનમાં જીવ ફૂંકીને સફળતાના શિખરે પહોંચાડી. આને સંયોગ કહેવાય કે કિસ્મત, પરંતુ અલગ-અલગ સમયે ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળનારા આ બંને ખેલાડી ઈસ્ટ ઝોનથી આવતા હતા. જ્યારે સૌરવ ગાંગુલીનો સૂરજ અસ્ત થયો તો ભારતીય ટીમની ગાદી રાંચીના આ રાજકુમારના હાથમાં હતી અને જ્યારે આજે ધોનીએ સંન્યાસ લીધો ત્યારે સૌરવ ગાંગુલી બીસીસીઆઈના બૉસ છે.

શરૂઆતની 4 મેચમાં તેના બેટથી ફક્ત 22 રન

ધોનીને ‘ધોની’ બનાવવાનો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. માહીની શોધ દાદાએ કરી. બાંગ્લાદેશની સામે 2004માં પોતાની પહેલી સીરીઝમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો. શરૂઆતની 4 મેચમાં તેના બેટથી ફક્ત 22 રન જ નીકળ્યા, પરંતુ ધોનીએ વિશ્વાસ જાળવી રાખ્યો. પાકિસ્તાનની સામે સીરીઝની બીજી મેચમાં નંબર-3 પર બેટિંગ માટે તેને ગાંગુલીએ પ્રમોટ કર્યો, ત્યારબાદ જે થયું તેનાથી દુનિયા વાકેફ છે. ધોની માટે ગાંગુલીએ પોતાની પોઝિશન દાવ પર લગાવી દીધી. થોડાક વર્ષો પછી ગાંગુલી સાથે ધોનીના વિવાદના સમાચાર આવ્યા, પરંતુ તમામ ફક્ત અફવાઓ સાબિત થયા.

ગાંગુલીને તેની અંતિમ મેચમાં ધોનીએ સોંપી કેપ્ટનશિપ

ગાંગુલીએ અનેકવાર જાહેરમાં કહ્યું છે કે તાત્કાલીન કોચ ગ્રેગ ચેપલે તેમને ભારતીય ટીમથી બહાર કર્યા. તેમની આત્મકથા ‘અ સેન્ચ્યુરી ઇઝ નોટ ઇનફ’માં તેમણે આનો ઉલ્લેખ કર્યો છે. ચેપલના કાર્યકાળમાં ના ફક્ત તેમણે કેપ્ટનશિપ ગુમાવવી પડી, પરંતુ ટીમમાંથી પણ બહાર જવું પડ્યું. પસંદગીકારોનો પણ ઇશારો સ્પષ્ટ હતો કે 100થી વધારે ટેસ્ટ મેચ રમી ચુકેલા સૌરવ ગાંગુલીએ સંન્યાસ લઇ લેવો જોઇએ. ક્રિકેટ ઇતિહાસ ગવાહ છે કે દાદાએ ના ફક્ત પુનરાગમન કર્યું, પરંતુ પોતાની અંતિમ શ્રેણીમાં જોરદાર પ્રદર્શન પણ કર્યું. 2008માં મોહાલીમાં સદી ફટકારી અને નાગપુરમાં નજીકના અંતરથી ચુક્યા. ઑસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી એ ટેસ્ટમાં કેપ્ટન ધોનીના એ નિર્ણયે દાદાને ચોંકાવી દીધા હતા. મેચની અંતિમ ક્ષણોમાં ધોનીએ સૌરવ ગાંગુલીને ટીમ ઇન્ડિયાની કેપ્ટનશિપ કરવા કહ્યું હતુ. ધોની ઇચ્છતો હતો કે ગાંગુલી કેપ્ટન તરીકે જ વિદાય લે. ધોનીના આ વ્યવહારને ગાંગુલી આજે પણ યાદ કરે છે.

ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈની સામે ધોનીએ ક્રિકેટને કહ્યું ગૂડ બાય

આ તરફ ધોની ભારતીય ટીમ ઇન્ડિયાને ઊંચાઈઓ પર પહોંચાડી રહ્યો હતો, તો સંન્યાસ બાદ દાદા કૉમેન્ટેટર, એક્સપર્ટ અને ક્રિકેટ વહીવટકર્તા તરીકેના નવા પડકારો માટે પોતાને તૈયાર કરી રહ્યા હતા. 2015થી 2019 સુધી બંગાળ ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ રહ્યા બાદ સૌરવ ગાગુલીએ બીસીસીઆઈ અધ્યક્ષનું પદ સંભાળ્યું. જ્યારે ધોનીની આગેવાનીમાં સૌરવ ગાંગુલીના વર્ષ 1992થી આવી રહેલા 16 વર્ષ જૂના કેરિયર પર વિરામ લાગ્યો, તો માહીએ પણ આટલા જ વર્ષ રમીને ગાંગુલીની અધ્યક્ષતાવાળી બીસીસીઆઈની સામે ક્રિકેટને અલવિદા કહ્યું.

શું કહ્યું ગાંગુલીએ?

ધોનીના સંન્યાસને બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક યુગનો અંત ગણાવ્યો. ગાંગુલીએ લખ્યું કે, ‘તે દેશ અને વિશ્વ ક્રિકેટનો ધુરંધર છે. ક્રિકેટના નાના ફૉર્મેટમાં તેના નેતૃત્વ કૌશલની તુલના કરવી અશક્ય છે. તે નૈસર્ગિક પ્રતિભાનો ધની છે. તારા કેરિયરના શરૂઆતના સમયે એક દિવસીય ક્રિકેટની બેટિંગથી તમામ પ્રભાવિત હતા. દરેક સારી ચીજનો અંત આવે છે અને આ સંપૂર્ણ રીતે શાનદાર રહ્યું છે. તેણએ આવનારા વિકેટકીપર્સ માટે એક માપદંડ તૈયાર કર્યો છે. તેને મેદાનથી વિદાય લેવાનો કોઈ અફસોસ નહીં હોય. એક ઉત્કૃષ્ટ કેરીયર. હું તેને જીવનમાં શુભકામનાઓ આપું છું.’

Leave a Reply

Your email address will not be published.