GUJARAT

MP: રેમડેસિવિર ઈન્જેક્શન લઈને આવેલા વિમાનનું ગ્વાલિયરમાં ક્રેશ લેન્ડિંગ

 925 Total Views

– વિમાન મથક ખાતે રેમડેસિવિર ઈન્જેક્શન લેવા આવેલા એક કર્મચારીને સામાન્ય ઈજાઓ પહોંચી

નવી દિલ્હી, તા. 7 મે, 2021, શુક્રવાર

મધ્ય પ્રદેશ સરકારના સ્ટેટ પ્લેનનું ગ્વાલિયર ખાતે ક્રેશ લેન્ડિંગ થયું હતું. આ પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શન લઈને આવી રહ્યું હતું. જાણવા મળ્યા મુજબ ગ્વાલિયર વિમાની મથક ખાતે ઉતરાણ દરમિયાન પ્લેન સ્લિપ થયું હતું અને દુર્ઘટના બની હતી. સદનસીબે બંને પાયલોટ સુરક્ષિત છે અને તેમને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

કોરોના સંકટ વચ્ચે મધ્ય પ્રદેશ સરકારનું સ્ટેટ પ્લેન રેમડેસિવિર ઈન્જેક્શન લઈને ગ્વાલિયર આવી રહ્યું હતું. પરંતુ ગુરૂવારે રાતના સમયે ગ્વાલિયર એરપોર્ટ પર ઉતરાણ વખતે પ્લેન લસરી ગયું હતું અને તેનું ક્રેશ લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. કેપ્ટન સઈદ માજિદ અખ્તર અને તેમના સાથી પાયલોટ શિવશંકર જાયસવાલને સામાન્ય ઈજાઓ પહોંચી છે. બંને પાયલોટનું ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં તેઓ સ્વસ્થ જણાયા હતા.

પ્લેનમાં રેમડેસિવિર ઈન્જેક્શન ભરેલા હતા અને ક્રેશ લેન્ડિંગમાં તમામ ઈન્જેક્શન પણ સુરક્ષિત રહ્યા છે. સીએપસી મહારાજપુરા રવિ ભદૌરિયાએ ફોન પર આ સમાચારની પૃષ્ટિ કરી હતી અને તમામ ઈન્જેક્શન સુરક્ષિત હોવાનું જણાવ્યું હતું. જો કે, વિમાન મથક ખાતે રેમડેસિવિર ઈન્જેક્શન લેવા આવેલા એક કર્મચારીને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published.