GUJARAT

અફઘાનિસ્તાનના ૯૦ ટકાથી વધુ વિદ્યાર્થીને હવે ભણવા આવવા મુશ્કેલી

 683 Total Views

યુનિ.ઓમાં પીજી-પીએચડીના કોર્સીસમાંં પ્રવેશ કન્ફર્મ કરાવી દીધા બાદ હવે વિદ્યાર્થીઓ આવવાના હતા પરંતુ હવે નહી આવી શકે
અમદાવાદ,

ગુજરાત સહિત ભારતની વિવિધ યુનિ.ઓમાં આઈસીસીઆઈર હેઠળ અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવે છે. દર વર્ષે પીજીથી માંડી પીએચડી સુધીના વોકેશનલ અને ટેકનિકલ કોર્સીસમાં અનેક વિદ્યાર્થીઓ સ્કોલરશિપ હેઠળ ગુજરાતમાં ભણવા આવે છે.ચાલુ વર્ષે જુનથીઓગસ્ટ સુધીમાં પ્રવેશ કન્ફર્મ કરાવી ચુકેલા વિદ્યાર્થીઓ હવે ભણવા માટે થોડા દિવસોમાં ગુજરાતની યુનિ.ઓમાં ભણવા આવવાના હતા.પરંતુ અફઘાનિસ્તાનમાં તાલીબાનના આતંક બાદ હવે વિદ્યાર્થીઓનું ગુજરાત-ભારતમાં ભણવા આવવુ મુશ્કેલી થઈ પડયુ છે.

ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પીજીથી પીએચડી સુધીના વિવિધ અભ્યાસક્રમોમાં વિવિધ વર્ષના ૬૦થી૭૦ અફઘાની વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને જીટીયુમાં ૯૫ જેટલા વિદ્યાર્થીઓ વિવિધ યુજી-પીજી ટેકનિકલ કોર્સીસમાં અભ્યાસ કરી રહ્યા છે. જીટીયુમાં ૩૮ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓનુ ભણવાનું પૂર્ણ થઈ ગયુ છે અને તેઓને હવે પરત જવાનું છે ત્યારે જીટીયુ દ્વારા હાલ નવી પોલીસી મુજબ જે વિદ્યાર્થીઓ આગળ જ અહીંયા ભણવા માંગે તે માટે તૈયારીઓ કરવામા આવી રહી છે.આ ઉપરાંત જીટીયુ દ્વારા આઈસીસીઆર સાથે પણ વાટાઘાટો શરૃ કરવામા આવ્યો છે.

ચાલુ વર્ષે ગુજરાત યુનિવર્સિટી,જીટીયુ સહિતની વિવિધ યુનિ.ઓમાં મોટી સંખ્યામાં અફઘાની વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ થયા છે.જેઓ હવે થોડા દિવસોમાં ભણવા માટે ગુજરાત આવવાના હતા પરંતુ અફઘાનિસ્તાનમાં પરિસ્થિતિ ખૂબ જ વણસી જતા અને એમ્બેસી સ્ટાફની અનિશ્ચિતાને લઈને હવે તેઓનું આવવુ મુશ્કેલ થઈ પડયુ છે.ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૯૦ ટકાથી વધુ અફઘાની સ્ટુડન્ટસ ચાલુ વર્ષે ભણવા માટે કઈ રીતે આવશે અને ક્યારે આવશે તે અનિશ્ચિત થઈ ગયુ છે.ઘણા વિદ્યાર્થીઓ તો ચાલુ વર્ષે ભણવા જ ન આવે તેવી શક્યતા છે.જો કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ટર્મ પ્રમાણે ભણવાનું શરૃ થતુ હોય છે ત્યાં સુધીમાં સ્થિતિ સુધર્યા બાદ વિદ્યાર્થીઓ આવી પણ શકે છે પરંતુ હાલ આઈસીસીઆરને પણ હવે અફઘાની વિદ્યાર્થીઓનું ચાલુ વર્ષે ભારતમાં ભણવા આવવુ શક્ય લાગતુ નથી.જ્યારે બીજી બાજુ જે વિદ્યાર્થીઓ હાલ ભણી રહ્યા છે તેમાં જીટીયુ અને ગુજરાત યુનિ.માં તો વિદ્યાર્થીઓ અહીંયા વધુ રોકાવા દેવા માટે રજૂઆત કરી રહ્યા છે.યુજી-પીજીના રિઝલ્ટ આવી રહ્યા છે ત્યારે અફઘાની વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે જો નાપાસ થઈએ તો પણ તેઓને પાછા મોકલી દેવામા ન આવે.

Leave a Reply

Your email address will not be published.