1,091 Total Views
અનેક વિસ્તારોમાં તાલિબાનને અટકાવવામાં સૈન્ય સફળ
તાલિબાને અફઘાનિસ્તાનના મીડિયા વિભાગના વડાની હત્યા કરી, આક્રમક જવાબ આપવા સરકારનો સૈન્યને આદેશ
નાગરહાર, લઘમાન, ગજની, કંદહાર સહિતના અનેક વિસ્તારોમાં સૈન્યએ આતંકીઓ પર હવાઇ હુમલા કર્યા
કાબુલ : અફઘાનિસ્તાન સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં 24 કલાકમાં તાલિબાનના 300થી વધુ આતંકીઓ ઠાર મરાયા હતા. જ્યારે 125થી વધુ આતંકીઓ ઘાયલ થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલય દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી હતી.
બીજી તરફ તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના મીડિયા ડિપાર્ટમેન્ટના હેડ દાવા ખાનની હત્યા કરવામાં આવી હતી. જેને પગલે સૈન્ય દ્વારા હવે ઓપરેશન તેજ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું હતું કે નાંગરહાર, લઘમાન, ગજની, કંધહાર સહિતના આસપાસના અન્ય પ્રાંતમાં અફઘાનિસ્તાન દ્વારા હવાઇ હુમલા કરવામાં આવ્યા હતા.
સાથે જમીન સ્તરે પણ સૈન્ય દ્વારા આ વિસ્તારોમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું. જેમાં 24 કલાકમાં 303 આતંકી ઠાર મરાયા હતા. જ્યારે 125થી વધુ ઘવાયા હતા. બીજી તરફ તાલિબાની આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હિથયારોને પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા.
તાલિબાની આતંકીઓ આમ નાગરિકોના ઘરોમાં ઘુસીને તેનો ઉપયોગ છુપવા માટે કરી રહ્યા છે. જેને પગલે હવાઇ હુમલા કરવામાં મુશ્કેલી આવી રહી છે. એવામાં હવે અફઘાનિસ્તાન સૈન્ય દ્વારા પ્રાંતને ખાલી કરાવવાનું અભિયાન ચલાવાઇ રહ્યું છે. એટલે કે આમ નાગરિકોને સુરક્ષિત સૃથળે ખસેડી લેવામાં આવે છે અને બાદમાં હવાઇ હુમલા કરવામાં આવે છે.
આવી જ એક તૈયારી લશ્કરગાહમાં જારી છે જ્યાં 10માંથી નવ જિલ્લા પર તાલિબાને કબજો કરી લીધો છે અને તેને ખાલિ કરાવવાની કવાયત ચાલી રહી છે. હાલ તાલિબાન જે વિસ્તાર પર કબજો કરી લે છે ત્યાંની જેલોમાંથી પોતાના કેદીઓને પણ છોડાવવા લાગ્યું છે.