GUJARAT

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર 20થી વધુ ગાડી એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો.

 1,272 Total Views

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર એક ગમખ્વાર વિચિત્ર અકસ્માત સર્જાયો છે. આજે ધુમ્મસ ના કારણે એક્સપ્રેસ-વે પર કંઈ દેખાતું નહોતું. ત્યારે એકસાથે 20થી વધુ ગાડી એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. ધુમ્મસના કારણે એક્સપ્રેસ વે પર આજે 3 અકસ્માત થયા છે. એક – એક કિ.મી.ના અંતરે 3 અકસ્માત સર્જાયા હોવાની માહિતી મળી રહી છે, 3 અકસ્માતમાં 20થી વધુ ગાડીઓને નુકસાન પણ થયું છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

રાજ્યમાં સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ધુમ્મસને કારણે વિઝિલિબિટી પણ ઘટી જવાથી વાહનચાલકોને જોવામાં પણ તકલીફ સર્જાઈ હતી. આજ સવારથી જ હાઇવે પર ગાઢ ધુમ્મસ હતું, જેને કારણે વિઝિબિલિટી સાવ ઘટી ગઇ હતી. આવામાં એકસપ્રેસ હાઈવે પર સ્પીડને કારણે વાહનો એકબીજા સાથે ટકરાયાં હતાં. વહેલી સવારથી જ ધુમ્મસને કારણે હાઈવે પર જતાં વાહનો રોકવા પડ્યાં હતાં. વિઝિબિલિટી ઘણી જ ઘટી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, દ્વારકામાં 2 કાર વચ્ચે પણ ગમખ્વાર અકસ્માત થયો છે, જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. દ્વારકામાં ખંભાળિયાના સોનારડી ગામે આ ઘટના બની છે. જેમાં અન્ય 6 ઈજાગ્રસ્તો લોકોને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.

આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે દેવભૂમિ દ્વારકા-ખંભાળિયા હાઇવે પર સોનરડી ગામ પાસે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં બે કાર વચ્ચે ટક્કર થતાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં અમદાવાદના પરિવારે બે સભ્યો ગુમાવ્યા છે. આ ઉપરાંત આ અકસ્માતમાં ભાટિયાની એક યુવતીનું પણ ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતમાં મૃતકોમાં બે પુરુષ અને એક યુવતીનો સમાવેશ થાય છે. તમામ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

Leave a Reply

Your email address will not be published.