GUJARAT

ગુજરાત કોંગ્રેસની બેઠકનું સ્થળ એકાએક બદલી દેવાની ફરજ મહિસાગરમાં 1500થી વધુ કોંગી કાર્યકરો ભાજપમાં જોડાયા.

 1,334 Total Views

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. પક્ષ-વિપક્ષ વચ્ચેની મારામારી પહેલાં હાલ પક્ષોની અંદર જ ટિકિટ માટે મારામારી ચાલી રહી છે. અને ચૂંટણી લડવા માટે નેતાઓ પક્ષ આગળ દાવેદારી કરી રહ્યા છે. તેવામાં દર વખતની જેમ આ વખતે પણ ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં કમઠાણ જોવા મળી રહી છે. અને ગુજરાત કોંગ્રેસની બેઠકનું સ્થળ એકાએક બદલી દેવાની ફરજ પડી છે. તો મહિસાગરમાં 1500થી વધુ કોંગી કાર્યકરો  ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત NSUIના કાર્યકરો પણ ચૂંટણી લડવા માગતાં કોંગ્રેસ માટે પરિસ્થિતિ વિકટ બની ગઈ છે.

આંતરિક વિરોધને પગલે રાતોરાત બદલાયું બેઠકનું સ્થળ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઉમેદવાર પસંદગીને લઈ કોંગ્રેસની એક બેઠક મળવાની હતી. બેઠકનું સ્થળ આમ તો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય હતું. પણ આ વચ્ચે જ એકાએક બેઠકનું સ્થળ બદલી દેવામાં આવ્યું હતું. ટિકિટ વાંચ્છુકો દ્વારા વિરોધ થવાની બીકે કોંગ્રેસ અત્યારથી જ અવઢવમાં મુકાઈ છે. અને સંભવિત નુકસાનની ભીતિને લઈ ગુપ્ત સ્થળે બેઠક મળી હતી. પ્રદેશ કાર્યાલયે ટિકિટ વાંચ્છુક ના પહોંચે એટલા માટે અજ્ઞાત સ્થળે બેઠક રાખવામાં આવી હતી. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમિત ચાવડા સહિત મનપા નિરિક્ષકો અને સિનિયર નેતાઓ સાથે આ બેઠક મળી હતી.

Leave a Reply

Your email address will not be published.