International

માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ કહે છે કે આગામી ચાર-છ મહિનામાં કોરોનાની વૈશ્વિક સ્થિતિ વધુ ભયાનક થઈ શકે.

 1,611 Total Views

વિશ્વમાં કોરોના સંક્રમણનો કુલ આંક ૭.૨૭ કરોડ થયો છે અને ૧૬.૨૦ લાખનાં મોત થઇ ચૂક્યાં છે ત્યારે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સ કહે છે કે આગામી ચાર-છ મહિનામાં કોરોનાની વૈશ્વિક સ્થિતિ વધુ ભયાનક થઈ શકે. તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ માને છે કે કોરોનાનાં કારણે લોકડાઉન જેવી સ્થિતિ ૨૦૨૨ સુધી ચાલુ રહી શકે છે અને રેસ્ટોરન્ટ્સે આગામી છ મહિના સુધી તેમના બારણા બંધ રાખવા પડે તેવી શક્યતા છે. અબજોપતિ ગેટ્સ માને છે કે માસ્ક ન પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરવું જેવી ભૂલો અમેરિકામાં વધારે લોકોને સંક્રમિત કરી શકે છે. દરમિયાન અમેરિકામાં સાત દિવસના ગાળા માટે નવા કોરોના કેસ, હોસ્પિટલાઇઝેશન અને મોત માટે નવો રેકોર્ડ સર્જાયો છે. પાછલા ૨૪ કલાક દરમિયાન અમેરિકામાં કોરોનાના ૧,૮૬,૮૮૦ નવા કેસ સામે આવ્યા હતા અને ૧,૪૮૨ લોકોનાં મોત નોંધાયાં હતાં.

ગેટ્સે મુલાકાતમાં જણાવ્યું હતું કે હજુ બે લાખ લોકોનાં મોતની આગાહી કરવામાં આવે છે. જો આપણે માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા જેવા નિયમોનું પાલન કરીએ તો આપણે આ મૃત્યુની મોટી ટકાવારીને ટાળી શકીએ. તેથી નજીકના ભવિષ્યની વાત કરીએ તો તે બેડ ન્યૂઝ છે. તેમણે કેલિફોર્નિયાના ગવર્નર દ્વારા લાદવામાં આવેલા લોકડાઉન સહિતના વિવિધ કડક નિયંત્રણોને ટેકો આપ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે તમે ના ઇચ્છો કે તમે જેને ચાહો છો તેવા કોઈકનું મોત થાય.

રશિયાની વેક્સિનમાં ૯૧.૪ ટકાની અસરકારકતાનો દાવો, ન્યૂઝીલેન્ડ કોરોના ફ્રી જાહેર

વિશ્વભરમાં કોરોનાનો પ્રકોપ છે ત્યારે રશિયન કોરોના વાઇરસ રસી સ્પુતનિક-ફાઇવના ડેવલપર્સે સોમવારે ટ્રાયલના નવા ડેટા પર આધારિત નવા પરિણામો જાહેર કર્યા હતાં અને જણાવ્યું હતું કે આ રસી કોવિડ-૧૯ સામે રક્ષણ આપવામાં ૯૧.૪ ટકા અસરકારક સાબિત થઇ છે. ભારત માટે આ પરિણામો નિર્ણાયક છે કેમ કે ભારતમાં હૈદરાબાદ સ્થિત ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ દ્વારા માણસો પર આ રસીનું ટેસ્ટિંગ થયું છે. રશિયાના માસ વેક્સિનેશન કાર્યક્રમ હેઠળ એક લાખ કરતાં વધારે લોકોને રસી આપી દેવામાં આવી છે.

ન્યૂઝીલેન્ડે કોરોના વાઇરસને સંબંધિત તમામ પ્રતિબંધોને હટાવી લીધા છે અને દેશને કોરોના ફ્રી જાહેર કર્યો છે. અત્રે નોંધનીય છે કે સમગ્ર ન્યૂઝીલેન્ડમાં પાછલા બે સપ્તાહથી એક પણ કોવિડ-૧૯ કેસ નોંધાયો નથી. દરમિયાન, ફાઇઝરની કોવિડ-૧૯ રસીનું પ્રથમ શિપમેન્ટ અમેરિકામાં પહોંચવાની શરૂઆત થઇ ગઈ છે. પ્રથમ રસી પણ અપાઇ ગઇ છે. યુએસમાં કુલ કેસની સંખ્યા ૨૯૯,૧૬૩સ થઇ છે અને કુલ મરણ ૧૬.૨૫ મિલિયન નોંધાયા છે. બ્રિટનમાં પાછલા ૨૪ કલાક દરમિયાન ૧૮,૪૪૭ નવા કેસ નોંધાયા હતા અને ૧૪૪ દર્દીઓનાં મોત નોંધાયાં હતાં. આ સાથે દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો ૧૮ લાખને પાર કરી ગયો હતો. ક્રિસમસમાં કડક પ્રતિબંધ લાદવાની સરકારને ભલામણ કરવામાં આવી છે. દરમિયાન મલેશિયાએ દેશની ૩૦ ટકા વસ્તીને રસી આપવા માટે ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. ફાઇઝર સાથે ૧.૨૮ કરોડ ડોઝનો સોદો થયો છે.

Leave a Reply

Your email address will not be published.