GUJARAT Kheda (Anand)

રાજ્યના ખેડૂતોને હવે ‘ભયો-ભયો’, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી મેઘો ધમરોળશે

 815 Total Views

નિસર્ગની પાછોતરી અસર અને અપર એર સર્કયુલેશનના કારણે કચ્છમાં ચોમાસુ બેસતા વરસાદનો આરંભ સારો થયા બાદ હાલમાં જિલ્લાવાસીઓ બફારો અને ઉકળાટ અનુભવવા સાથે વરસાદનો વધુ એક રાઉન્ડ ઈચ્છી રહ્યા છે. અમદાવાદમાં સોમવાર અને મંગળવાર જ્યારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં 2 જુલાઇ સુધીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાથી લઇને હળવો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં 2 જુલાઈ સુધીમાં વરસાદ પડી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી નિયમિત વરસાદ ન આવવાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા હતા ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ચોમાસ અંગે મહત્વની આગાહી કરી હતી. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આજથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. 29-30 જૂને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 4થી 7 જુલાઈ ઉત્તર ગુજરાતનાં કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4થી 7 જુલાઈએ પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો 7 જુલાઈ બાદ સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ થશે.
જ્યારે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 30મી જૂનના રોજ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ આગાહી કરી છે.

હવામાન વિભાગનું માનીએ તો આવતીકાલથી બે દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. આજથી નવસારી, ભાવનગર, વલસાડ,દીવ-દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે પંચમહાલ, રાજકોટ, દ્વારકા, તેમજ આણંદમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો આ તરફ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને કચ્છને પણ મેઘરાજા ઘમરોડી શકે છે. 30 જૂને અમદાવાદમાં પણ મેઘરાજા મહેર વરસાવી શકે છે.

આગામી સપ્તાહ સુધી જિલ્લાનું હવામાન શરૂઆતના બે-ત્રણ દિવસ સુકું રહેશે ત્યારબાદ છુટાછવાયા ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન રવિવારે કંડલા પોર્ટ વિસ્તારમાં મહત્તમ તાપમાનનો પારો 38.9 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને લોકોએ ભારે ગરમી અનુભવી હતી. હાલમાં રાજ્યના અન્યભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે કચ્છમાં વાતવરણ સુકું રહેવાની આગાહી છે. શરૂઆતમાં વરસાદ થયા બાદ લોકોને અપેક્ષા હતી કે આગાહી મુજબ ઝાપટાઓ કચ્છમાં ચાલુ રહેશે અને ચોમાસુ જમાવટ કરશે પણ એમ થયું નથી.

જિલ્લાવાસીઓ અત્યારે ભયંકર ઉકળાટ સહન કરી રહ્યા છે. રવિવારે નોંધાયેલા હવામાન મુજબ ભુજનું મહત્તમ 37.4 કંડલા એરપોર્ટ એટલ કે અંજાર ગાંધીધામ વિસ્તારમાં 38.5 અને નલિયાનું 35.9 ડિગ્રી તાપમાન રહ્યું હતું. તો લઘુતમ તાપમાન પણ 28થી 30 ડિગ્રીની આસપાસ રહેતાં લોકોએ રાત્રે પણ ગરમીનો અનુભવ કર્યો હતો. મોડી રાત્રે પવનની લહેરખીઓ આવ્યા બાદ લોકોએ ઠંડક અનુભવી હતી જો કે, દિવસ-રાત બન્ને સમય ગરમ રહેતા હોવાથી ઉકળાટ ઉભો થયો છે.

Leave a Reply

Your email address will not be published.