GUJARAT

Mehsana : કોલેજિયન ફ્રેન્ડે યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર માણ્યું શરીરસુખ ને પછી….

 502 Total Views

વડનગરની યુવતીને ખેરાલુના યુવક સાથે કોલેજમાં ફ્રેન્ડશિપ હતી. બંને મોબાઇલ પર મેસેજ પર વાતચીત પણ કરતા હતા. એટલું જ નહીં, ગત 14 ડિસેમ્બર, 2020ના રોજ વડનગર તાનારીરી મહોત્સવમાં પણ બંને સાથે ગયા હતા. અહીં યુવકે યુવતીને ચોકલેટ અને ગુલાબ સાથેના ફોટા પાડ્યા હતા.

મહેસાણાઃ વડનગરની યુવતીને કોલેજ ફ્રેન્ડે ફોટા વાયરલ કરવાની ધમકી આપી વારંવાર પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હોવાની તેમજ સંબંધ ન રાખે તો બદનામ કરી દેવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, યુવકની બહેને પણ યુવતીને એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, વડનગરની યુવતીને ખેરાલુના યુવક સાથે કોલેજમાં ફ્રેન્ડશિપ હતી. બંને મોબાઇલ પર મેસેજ પર વાતચીત પણ કરતા હતા. એટલું જ નહીં, ગત 14 ડિસેમ્બર, 2020ના રોજ વડનગર તાનારીરી મહોત્સવમાં પણ બંને સાથે ગયા હતા. અહીં યુવકે યુવતીને ચોકલેટ અને ગુલાબ સાથેના ફોટા પાડ્યા હતા.

દરમિયાન યુવતીની અન્ય યુવક સાથે સગાઇ થઈ ગઈ હતી. આ અંગે યુવકને જાણ થઈ જતાં તેણે યુવતીના મંગેતરને ફોટા મોકલી દીધી હતા. જેને કારણે યુવતીની સગાઇ તૂટી ગઈ હતી. આ પછી યુવકે યુવતીને અવાર-નવાર ફોન કરી ધમકી આપીને મળવા બોલાવતો હતો. તેમજ ન આવે તો ફોટા વાયરલ કરીને સમાજમાં બદનામ કરવાની ધમકી આપતો હતો. યુવતીને વારંવાર મળવા બોલાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો.

એટલું જ નહીં, યુવકની બહેન પણ ભાઈ સાથે સંબંધ રાખવા દબાણ કરતી હતી. તેમજ યુવતી અને તેના પિતા સામે એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી. યુવતીને પામવા માટે યુવકે બ્લેડથી યુવતીનું નામ પોતાના હાથ પર લખ્યું હતું અને તેના ફોટા યુવતીને મોબાઇલ પર મોકલ્યા હતા. આમ, યુવક અને તેની બહેનની ધમકીઓથી કંટાળીને યુવતીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.