656 Total Views
કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રની ૨૬ કંપનીઓનું ખાનગીકરણ કરવા જઈ રહી છે તેવું એક આરટીઆઇ અરજી પરથી જાણવા મળ્યું છે. ૨૭ જુલાઈએ નાણામંત્રી નિર્મલા સીતારામને એક મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યું હતું કે સરકાર ૨૬ કંપનીઓનું ખાનગીકરણ કરવાની તૈયારી કરી રહી છે. જોકે ત્યારે આવી કંપનીઓના નામ જાહેર કરાયા નહોતાં. પરંતુ હવે આરટીઆઇના જવાબમાં આ કંપનીઓના નામ બહાર આવ્યાં છે. જવાબમાં કહેવાયું કે બજારના હિસાબે કંપનીઓના શેર વેચવાનો નિર્ણય કરાશે.
૨૬ કંપનીઓ કઈ કઈ
પ્રોજેક્ટ એન્ડ ડેવલપમેન્ટ ઇન્ડિયા લિમિટેડ
એન્જિનિયરિંગ પ્રોજેક્ટ ઇન્ડિયા લિમિટેડ
પવન હંસ લિમિટેડ
બીએન્ડઆર કંપની લિમિટેડ
એર ઇન્ડિયા
સેન્ટ્રલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા
ઇન્ડિયન મેડિસન એન્ડ ફાર્માસ્યુટિકલ કોર્પોરેશન
સાલેમ સ્ટીલ પ્લાન્ટ, ભદ્રાવતી સ્ટીલ પ્લાન્ટ
ફેરો સ્ક્રેપ નિગમ લિમિટેડ
નાગરનાર સ્ટીલ પ્લાન્ટ
ભારત અર્થ મૂવર્સ લિમિટેડ
એચએલએલ લાઇફકેર
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ
શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
કન્ટેઇનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ
નિલાચલ ઈસ્પાત નિગમ લિમિટેડ
હિંદુસ્તાન પ્રીફેબ લિમિટેડ
ભારત પંપ્સ એન્ડ કમ્પ્રેશર લિમિટેડ
સ્કૂટર્સ ઇન્ડિયા લિ.
હિંદુસ્તાન ન્યૂઝપ્રિન્ટ લિ.
કર્ણાટક એન્ટિબાયોટિક્સ
બંગાલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ લિ.
હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિ.
ઇન્ડિયન ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન
હિંદુસ્તાન ફ્લુરોકાર્બન લિ.