924 Total Views
– જીતન રામ માંઝીએ વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફોટોને લઈ એનડીએને આડે હાથ લીધી
નવી દિલ્હી, તા. 24 મે, 2021, સોમવાર
બિહારમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે વેક્સિનેશન પ્રમાણપત્ર પર વડાપ્રધાન મોદીના ફોટોને લઈ સહયોગી દળ સતત સરકાર પર નિશાન સાધી રહ્યું છે. હમ પાર્ટીના પ્રમુખ જીતન રામ માંઝીએ વેક્સિનેશન સર્ટિફિકેટ પર ફોટોને લઈ એનડીએને આડે હાથ લીધી હતી અને આકરી ટિપ્પણી કરી હતી.
જીતનરામ માંઝીએ શું કહ્યું?
જીતનરામ માંઝીએ આ અંગેની ટ્વીટમાં લખ્યું હતું કે, ‘જો વેક્સિન સર્ટિફિકેટ પર તસવીર લગાવવાનો આટલો જ શોખ છે તો કોરોનાના કારણે થતા મૃત્યુના ડેથ સર્ટિફિકેટ પર પણ તસવીર લગાવો. એ જ ન્યાય સંગત ગણાશે.’