Business

1 જાન્યુઆરી 2021થી ઘણા નિયમો બદલવામાં આવી રહ્યા છે.

 1,737 Total Views

નવા વર્ષમાં એટલે કે 1 જાન્યુઆરી 2021થી ઘણા નિયમો બદલવામાં આવી રહ્યા છે. પોઝિટિવ પે પદ્ધતિ, દેશભરમાં ફોર વ્હીલર વાહનોમાં FasTag ફરજિયાત કરવાં, નાના વેપારીઓ માટે GST ફાઈલિંગમાં ફેરફાર જેવાં નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે આ નિયમો બદલતાં પહેલા જાણવાની જરૂર છે.

તમામ ફોર વ્હીલરમાં FasTag જરૂરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે 1 જાન્યુઆરી 2021થી તમામ ફોર-વ્હીલ વાહનો માટે FASTag ફરજિયાત બનાવવાની સૂચના જાહેર કરી છે. 1 ડિસેમ્બર 2017 પહેલાં વેચાયેલાં ફોર-વ્હીલ અથવા એમ એન્ડ એન કેટેગરીના વાહનો માટે FASTag ફરજિયાત રહેશે. આ માટે સેન્ટ્રલ મોટર વ્હિકલ્સ રૂલ્સ 1989માં સુધારો કરવામાં આવ્યો છે.

ચેક માટે પોઝિટિવ પે સિસ્ટમમાં ફેરફાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા  એ 1 જાન્યુઆરી 2021થી ચેક દ્વારા ચૂકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ (Positive Pay system) લાવવાનો નિર્ણય લીધો છે. આરબીઆઈએ ચેક પેમેન્ટમાં થતી છેતરપિંડી અટકાવવાનાં હેતુસર આ નિર્ણય લીધો છે. આ નવા નિયમના અમલ પછી રૂ. 50,000થી વધુના ચેક દ્વારા ચૂકવણી માટે પોઝિટિવ પે સિસ્ટમ લાગુ થશે. આવી સ્થિતિમાં ચેકની ચૂકવણી સમયે ચેક જારી કરનાર પાસેથી ફરીથી વિગતોની પુષ્ટિ કરવામાં આવશે. ચેક આપનારને ચેક નંબર, ચેક ડેટ, ચૂકવેલ એકાઉન્ટ નંબર, રકમ, વગેરે જેવી બધી માહિતી આપવાની રહેશે.

કોન્ટેક્ટલેસ કાર્ડથી ટ્રાન્ઝેક્શનની લિમિટ વધશે

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (Reserve Bnk of India -RBI) એ કોન્ટેક્ટલેસ કાર્ડ ટ્રાંઝેક્શનની મર્યાદા રૂ. 2,000થી વધારીને 5000 રૂપિયા કરી દીધી છે. આ નવી મર્યાદા 1 જાન્યુઆરી 2021થી અમલમાં આવશે.

ત્રિમાસિક આધાર પર GST રિટર્ન ફાઈલ કરવાની સુવિધા

1 જાન્યુઆરીથી લગભગ 94 લાખ નાના કારોબારીઓને ત્રિમાસિક GST રીટર્ન ફાઇલ કરવાની સુવિધા મળશે. નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે નવા નિયમ હેઠળ એવા વ્યવસાયો કે જેનું ટર્નઓવર 5 કરોડ સુધી છે. તેમને દર મહિને રિટર્ન ફાઇલ કરવાની જરૂર રહેશે નહીં. તેઓએ એક વર્ષમાં ફક્ત 4 જીએસટી રીટર્ન ફાઇલ કરવાના છે. એટલે કે 12 મહિનામાં 4 વાર રિટર્ન ફાઇલ કરવું પડશે.

લેન્ડલાઈનથી મોબાઈલમાં કોલ કરવા માટે શૂન્ય લગાવવો પડશે

ટેલિકમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટે (Department of Telecommunications – DoT) લેન્ડલાઈન પરથી મોબાઇલ કોલ કરવા માટે 0 (શૂન્ય) લગાવવાનો આદેશ આપ્યો છે. આ નિયમ 15 જાન્યુઆરી 2021થી અમલમાં આવશે. આ માટે ટેલિકોમ વિભાગે નવી સિસ્ટમના અમલ માટે જાન્યુઆરી 1 સુધીમાં વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

અમુક સ્માર્ટફોન પર બંદ થઈ જશે WhatsApp

1 જાન્યુઆરીથી કેટલાક પ્લેટફોર્મ પર WhatsApp સપોર્ટ આપવાનું બંધ કરશે. વોટ્સએપ પેજે જણાવ્યું છે કે તે આ ડિવાઇસેસમાં સપોર્ટ કરશેઃ OS 4.0.3થી નવા એન્ડ્રોઇડ, iOS 9થી અને નવા આઇફોન્સ, KaiOS 2.5.1 થી શરૂ કરીને અને સિલેક્ટેડેટ ફોન્સ અને જિયો ફોન ટુ સામેલ છે.

નવા વર્ષથી વધી જશે કારની કિંમત

ઓટોમેકર્સ નવા ભાવ સાથે વર્ષ 2021 દાખલ કરવાની તૈયારી કરી રહ્યા છે. ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી આવતાં મહિનાથી તેના મોડેલોની કિંમતોમાં વધારો કરવાનું શરૂ કરશે. આ વધારો મોડેલથી મોડેલ સુધી બદલાશે. એમજી મોટરે પણ જાહેરાત કરી છે કે તે આવતાં વર્ષે ભારતમાં કિંમતોમાં વધારો કરશે. કંપનીનું કહેવું છે કે ઈનપુટ ખર્ચમાં વધારો થતાં કિંમતોમાં 3%નો વધારો થશે. આ સાથે જ રેનોલ્ટ ઈન્ડિયાએ પણ આવતાં વર્ષે કારની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

ટુ-વ્હીલરની કિંમત પણ વધશે

ટુ-વ્હીલર કંપની હીરો મોટોકોર્પએ (Hero MotoCorp) જાહેરાત કરી છે કે તે વધતાં ઈનપુટ ખર્ચની અસરને ઘટાડવા માટે 1 જાન્યુઆરી 2021થી તેના વાહનોના ભાવમાં 1,500 રૂપિયા સુધીનો વધારો કરશે.

Leave a Reply

Your email address will not be published.