GUJARAT

મમતાના ખાસ મુકુલ રોયની ભાજપને છોડી ટીએમસીમાં ઘરવાપસી

 716 Total Views

બંગાળમાં હાર બાદ ભાજપને વધુ એક ફટકો

ઘરનો દિકરો ઘરે પરત ફર્યો છે, ગદ્દારો નહીં પણ ઇમાનદાર નેતાઓને જ ટીએમસીમાં પરત લઇશું : મમતા

કોલકાતા : પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હાર્યા બાદ પણ ભાજપને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. જે નેતાઓ ટીએમસી છોડીને ભાજપમાં ગયા હતા તેઓ હવે ભાજપની હાર થતા ટીએમસીમાં પાછા આવવા લાગ્યા છે. તેમાં સૌથી મોટુ નામ મુકુલ રોયનું છે. જેઓ આખરે પરત ટીએમસીમાં આવી ગયા છે અને ભાજપને છોડી દીધુ છે. મમતા બેનરજીએ કહ્યું હતું કે ઘર કા લડકા ઘર વાપસ આયા હૈ.

મુકુલ રોયના ટીએમસીમાં પરત આવ્યા બાદ તેઓએ મમતા બેનરજીની સાથે મળીને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. જે દરમિયાન મમતાએ કહ્યું હતું કે મુકુલ રોય ઘરનો દિકરો છે અને ઘરે પરત આવ્યો છે. તેમની ઘર વાપસી થઇ છે.

મારો મુકુલ સાથે કોઇ જ મતભેદ નથી, સાથે તેમણે એમ પણ કહ્યું કે જે પણ લોકોએ ટીએમસી સાથે ગદ્દારી કરી છે તેમને પક્ષમાં પરત લેવામાં નહીં આવે. અન્ય જે પણ ઇમાનદાર લોકો છે તેઓ પાર્ટીમાં પરત આવી શકે છે. મુકુલ રોયે કહ્યું કે હું ભાજપ છોડી ટીએમસીમાં પાછો આવ્યો છું. હાલ બંગાળમાં જે હાલ છે તે જોતા કોઇ જ ભાજપમાં નહીં રહે.

મુકુલ રોય કૃષ્ણાનગરની બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા છે અને ધારાસભ્ય છે. એવામાં તેઓ આ બેઠક ખાલી કરવા માટે તૈયાર છે. મુકુલ રોયના પુત્ર શુભ્રાંસુ રોય આ બેઠક પર ટીએમસીની ટીકીટ લઇને ચૂંટણી લડી શકે છે. છેલ્લા એક સપ્તાહમાં મુકુલ રોયે મમતાની સાથે ચાર વખત ફોન પર વાત કરી હતી.

ચૂંટણી પહેલા જ તેઓ ટીએમસીમાં પરત આવવા માગતા હતા, મુકુલ રોયને પહેલા ભાજપના નેતા દિલિપ ઘોષ સાથે વિવાદ થયો કેમ કે ભાજપમાં જોડાયા બાદ પણ તેમને કોઇ મોટુ પદ નહોતુ મળ્યું. બીજી તરફ એવી અટકળો હતી કે કોંગ્રેસના નેતા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્ર અભિજિત મુખરજી કોંગ્રેસ છોડીને ટીએમસીમાં સામેલ થઇ શકે છે. જોકે આ અટકળોને અભિજિત મુખરજીએ રદીયો આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.