1,391 Total Views
ગુજરાતમાં રોજ બધા સાદી કઢી તો બનાવતા જ હશો. પણ પંજાબમાં કઢી અલગ રીતે બનાવામાં આવે છે. પંજાબમાં કઢીમાં પકોડા ઉમેરીને બનાવામાં આવે છે. જે પકોડા કઢી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. રોટલા જોડે ખાવાની તો સૌથી વધારે મજા આવે છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવાય પંજાબી પકોડા કઢી…
બનાવવાની રીત
સૌ પ્રથમ ચણાના લોટમાં મીઠું, લાલ મરચું ઉમેરી મિક્સ કરી લો અને તેમા પાણી ઉમેરીને ખીરૂ બનાવી લો. હવે તેલ ગરમ કરી લો અને તેમા નાના ભજીયા બનાવીને તળી લો. હવે મિક્સરમાં ચણાનો લોટ, મીઠું અને મરચું મિક્સ કરી લો. તે બાદ તેમા પાણી ઉમેરી લો. હવે એક પેન ગરમ કરી લો તેમા તૈયાર મિશ્રણ ઉમેરીને ઉકાળી લો. હવે તેમા એક ઉકળો આવે એટલે દહીં ઉમેરી લો, બાદમાં તેને 5 મિનિટ ઉકળવા લો. હવે એક અન્ય પેનમાં તેલ ગરમ કરી લો. તેમા જીરૂ, ડુંગળી ઉમેરીને વધાર કરો. હવે તેમા ઉપરથી લાલ મરચું, મીઠું ઉમેરી લો. તે બાદ આ વઘારને કઢીના મિશ્રણમાં ઉપરથી રેડો, હવે તેને 5 મિનિટ ઉકળવા દો, જો કઢીને વચ્ચે હલાવતા રહો જેથી તેમા ગાંઠ ન વળે. હવે તેને ગેસ પરથી ઉતારી લો. હવે તેમા ગોળ આંબલીની ચટણી ઉમેરી મિક્સ કરો તે બાદ તેમા ઉપરથી તૈયાર પકોડા ઉમેરીને મિક્સ કરી લો. ગરમા ગરમ સર્વ કરી લો. તૈયાર છે ગરમા ગરમ પંજાબી પકોડા કઢી…