GUJARAT

જમ્મુ કાશ્મીરમાં મોટો આતંકવાદી હુમલો ટળ્યો, સુરક્ષાદળોએ 19 હેન્ડ ગ્રેન્ડ જપ્ત કર્યા

 940 Total Views

નવી દિલ્હી,તા.9.મે.2021

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ બહુ મોટો આતંકી હુમલો નિષ્ફળ બનાવ્યો છે. સુરક્ષાદળોએ આતંકવાદીઓના આશ્રયસ્થાન પર દરોડો પાડીને 19 હેન્ડ ગ્રેન્ડ જપ્ત કર્યા છે.

મળતી વિગતો પ્રમાણે જમ્મુ કાશ્મીરના સુરણકોટમાં સુરક્ષાદળોને નિશાન બનાવવા માટે આતંકવાદીઓ હિલચાલ કરી રહ્યા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ અને સુરક્ષાદળો દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતુ.જેમાં પ્રાકૃતિક ગુફા જેવા સ્થળે છુપાવાયેલા 19 હેન્ડ ગ્રેન્ડ મળી આવ્યા હતા.જેના પગલે પૂંછમાં મોટા આતંકી હુમલાનુ કાવતરુ નિષ્ફળ બન્યુ છે.

છેલ્લા એક સપ્તાહમાં વિસ્ફોટકો મળ્યા હોવાની બીજી ઘટના છે.આ પહેલા શનિવારે ડોડા જિલ્લામાંથી પણ સુરક્ષાદળોએ વિસ્ફોટકો અને હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો.

જોકે અધિકારીઓએ કહ્યુ હતુ કે, આ મામલામાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી પણ પાકિસ્તાનની સરહદને અડીને આવેલા જિલ્લાઓમાં શાંતિ ભંગ કરવાનુ જે ષડયંત્ર હતુ તેનો પર્દાફાશ થયો છે તેમજ સુરક્ષાદળો પરનો મોટો હુમલો ટાળી શકાયો છે.

Leave a Reply

Your email address will not be published.