GUJARAT

પાલડીમાં મકાનની ગેલેરી પર વીજળી પડી: જાનહાની ટળી

 812 Total Views

વાવાઝોડાની અસરને પગલે

ભઠ્ઠા પાસે દુકાનનું ધાબું ધરાશાયી બનતા બે લોકો દટયા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

અમદાવાદ : અમદાવાદ ઉપરથી પસાર થયેલા વાવાઝોડાની અસરના પગલે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક મકાનની ગેલેરીમાં વીજળી પડી હોવાની ઘટના સામે આવી છે.

જો કે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની ન થઈ હોવાનું જાણવા મળે છે.જો કે આ અંગે ફાયર વિભાગ પાસે કોઈ સત્તાવાર કોલ ના હોવાનું ફાયર વિભાગના ઉચ્ચ અિધકારી તરફથી જાણવા મળ્યુ છે.ભઠ્ઠા વિસ્તારમાં દુકાનનું ધાબુ પડતા બે લોકો દટાયા હતા.આ બંનેને અમદાવાદ ફાયર વિભાગ દ્વારા સલામત રીતે બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે મળતી માહીતી મુજબ, અમદાવાદ શહેરમાં મંગળવારે સવારથી શરૂ થયેલા ઝરમર વરસાદે બપોર બાદ તેનું જોર બતાવતાશહેરના વિવિધ વિસ્તારોમાં આકાશ કાળા ડીબાંગ વાદળોથી ઘેરાઈ ગયુ હતું.દરમ્યાન બપોરે ચારના સુમારે શહેરના પાલડી વિસ્તારમાં આવેલા એક મકાનની ગેલેરીમાં વીજળી પડી હોવાની ઘટના બનવા પામી હતી.જો કે આ અંગે ફાયર વિભાગ પાસે કોઈ સત્તાવાર કોલ ના હોવાનું જાણવા મળે છે.

દરમ્યાન ભઠ્ઠા વિસ્તારમાં આવેલી દુકાનનું ધાબુ ધરાશાયી બનતા બે લોકો દટાયા હોવાનો કોલ અમદાવાદ ફાયર વિભાગને મળતા ફાયરની ટીમે ઘટના સૃથળે પહોંચી જઈને દટાયેલા બંને લોકોને સલામત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

રામોલમાં 70 ઝૂંપડા ભારે પવનમાં ઉડી જતા રહીશો રસ્તા ઉપર

શહેરના રામોલ વિસ્તારમાં મંગળવારે બપોરે ભારે પવનની વચ્ચે વિસ્તારમાં આવેલા ગરૂડીયા ટેકરા ઉપર આવેલા 70 જેટલા ઝુંપડા પવનમાં ઉડી જતા ઝુંપડામાં રહેતા લોકો રસ્તા ઉપર આવી ગયા હતા.આ તમામને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા રેનબસેરામાં આશરો આપવા પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજુઆત કરી છે.

કાંકરિયા હિલીયમ બલૂન ભારે પવનથી ફાટી ગયું

અમદાવાદ શહેરના કાંકરીયા લેકફ્રન્ટ ખાતે રાખવામાં આવેલુ હિલીયમ બલૂન મંગળવારે સાંજના સુમારે ભારે પવનના કારણે ફાટી ગયુ હતું.આ અંગે ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડો.આર.કે.શાહૂએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,બલૂનમાં ભારે પવનના કારણે નીચેના ભાગથી હવા નીકળી જતા ફાટી ગયુ હતુ.જો કે આ બનાવના પગલે કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.

દરિયાપુરમાં વૃક્ષ રિક્ષા ઉપર પડતા ત્રણ વ્યકિત દટાયા

શહેરના મધ્યઝોનના દરીયાપુરમાં લોખંડવાલા હોસ્પિટલ પાસે મંગળવારે ભારે પવનના કારણે વૃક્ષ તુટીને રીક્ષા ઉપર પડતા રીક્ષામાં બેઠેલ ત્રણ વ્યકિત દટાયા હતા.જો કે ફાયર વિભાગ દ્વારા તેમનાને સલામત રીતે બહાર કાઢી સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો.

આનંદનગર ઘાટલોડિયામાં વીજ પોલ ધરાશાયી બન્યા

શહેરના આનંદનગર અને ઘાટલોડીયા વિસ્તારમાં મંગળવારે બપોરે ભારે પવનની વચ્ચે વૃક્ષ ધરાશાયી બનતા વીજ પોલ તુટી પડવાની ઘટના સામે આવી છે.જો કે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થવા પામી ન હોવાનું જાણવા મળે છે.

સિંધુભવન રોડ ઉપર હોર્ડિંગ્સ પડયું

શહેરના સિંધુભવન રોડ ઉપર આવેલા અરીસ્ટા નામના બિલ્ડિંગ ઉપરથી હોર્ડિંગ્સ તુટી પડવાની ઘટના સામે આવી છે.જો કે સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થવા પામી નથી.

Leave a Reply

Your email address will not be published.