Kheda (Anand)

ઠાસરાના માસરા ગામના માઈનોરમાં મોટું ગાબડું પડ્યું ગાબડું પડવાથી ખેતરોમાં પાણી ફરી વળ્યાં

 604 Total Views

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામમાં આવેલ શેઢી શાખાની માઈનોર પાંખિયામાં મોટું ગાબડું પડ્યું છે ગાબડું પડવાને કારણે લોકોના ખેતરોમાં પાણી ઘુસી ગયા છે અને ડાંગરને મોટું થયું છે માસરા ગામના સરપંચ ના કહેવા અનુસાર આ પાંખિયામાં દરવર્ષે ગાબડું પડી જાય છે.

 

આ બાબતની તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી ત્યારે 15 દિવસ પહેલા આરસીસી કરવાને બદલે ખાલી માટી પૂરણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદ પડવાના કારણે પાંખિયામાં પાણી ઓવરફ્લો થતા લગભગ 15 ફુટ જેટલું ગાબડું પડ્યું હતું ગાબડું પડવાના કારણે ડાંગરના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું જેને કારણે ડાંગરને નુકશાન થવા પામ્યું છે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાંખિયામાં પડેલા ગાબડાને આરસીસી કરી ગાબડું પુરવામાં આવે અને ખેડૂતોના પાકમાં થયેલ નુકશાન અંગે ન્યાય આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગણી કરી છે.

 

એક તરફ સરકાર દ્વારા ખેડૂતો માટે લાગણીશીલ વાતો કરવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ આ રીતે તંત્રની બેદરકારીથી પાકને નુકસાન થતા ગરીબ ખેડૂતો ના નુકસાન નો જવાબદાર કોણ?

Leave a Reply

Your email address will not be published.