India

અરૂણાચલ પ્રદેશમાં સેનાનું મોટું ઓપરેશન, 6 આતંકી ઠાર, ખૂલ્યું ચીની કનેકશન!

 345 Total Views

અરૂણાચલ પ્રદેશના ખોંસા વિસ્તારમાં શનિવારની સવારે સેનાએ આતંકવાદીઓની સામે મોટું ઓપરેશન ચલાવ્યું છે. અહીં તિરપ જિલ્લામાં સેનાએ 6 આતંકીઓને ઠાર કરી દીધા છે. આ તમામ આતંકાવીદ નગા ઉગ્રવાદી સંગઠન (NSCN-IM)ના સભ્ય હતા. મરી ગયેલા આ આતંકીઓની પાસેથી ચીનમાં બનેલા હથિયાર જપ્ત કર્યા છે.

અરૂણાચલ પ્રદેશના ડીજીપી આર.પી.ઉપાધ્યાય એ કહ્યું કે પોલીસ અને અસમ રાઇફલ્સની જોઇન્ટ ટીમે શનિવારના સવારે લગગ સાડા ચાર વાગ્યે આતંકીઓની સામે ઓપરેશન ચલાવ્યું તેમાં નગા ઉગ્રવાદી સંગનના 6 આતંકવાદીને ઠાર કરાયા.

તેમણે આગળ કહ્યું કે આતંકીઓની સાથે અથડામણ દરમ્યાન અસમ રાઇફલ્સનો એક જવાન પણ ઘાયલ થયો છે. આ આતંકીઓની પાસેથી 4 AK-47 અને 2 ચાઇનીઝ એમક્યૂ જપ્ત કરાઇ છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે

Leave a Reply

Your email address will not be published.