936 Total Views
ઠાસરા ખાતે covid 19 સેન્ટર ના પાછળ ના ભાગે શૌચાલય તથા સ્નાન કરવા માટે ની જગ્યા એ ગંદકી ના કારણે મચ્છર જન્ય રોગો થવાની શક્યતા હોય પહેલેથી જ કોરોનાની મહામારી નો સામનો કરતા પેશન્ટ ને બીજી કોઈ મચ્છર જન્ય બીમારી થવાનો ભય સતાવી રહ્યો છે.
જ્યારે કુદરતી હાજતે તથા સ્નાન કરવા જવામાં પણ દુર્ગંધ તથા ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે.
પેશન્ટ દ્વારા નામ નહીં આપવાની શરતે અમારો સંપર્ક સાધી સમગ્ર ઘટના જણાવી
પેસન્ટ દ્વારા અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની ગંભીરતા દાખવવામાં ના આવતા તેને સોશિયલ મીડિયાનો સહારો લેવો પડ્યો..
વહેલી તકે શૌચાલય તથા સ્નાનાગાર સ્વચ્છ કરાવી આપવામાં આવે તેવી પેશન્ટો ની માંગ છે.