959 Total Views
ખેડા જિલ્લા કલેકટર દ્વારા ઠાસરા એસડીએમ ઠાસરા મામલતદાર ઠાસરા તાલુકા આરોગ્ય વિભાગ તથા ડાકોર નગરપાલિકા તથા નગરપાલિકા સેનેટરી વિભાગની ટીમ ને સાથે રાખી ડાકોરમાં કન્ટેનમેન્ટ કરેલ વિસ્તારની રૂબરૂ સ્થળ પર જઈને મુલાકાત લીધી હતી.
ડાકોર માં કોરોના ના કેશો દિવસે દિવસે વધતા હોવા થી ખેડા જિલ્લા ના પ્રભારી સચિવશ્રી સંજીવકુમાર દ્વારા ડાકોર માં સર્કિટહાઉસ ખાતે એક સમીક્ષા બેઠક કરવા માં આવી હતી.
ડાકોર ના બે વિસ્તાર માં કૅન્ટમેન્ટ જોન શહિદપોળ અને પીપડવાળી ખડકી જાહેર કરવા માં આવ્યો છે,ત્યાં જિલ્લા ના ઉચ્ચ અધિકારી શ્રી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી આર.એસ.પટેલ તથા તેમના ડોક્ટર શ્રી ઓ ને સાથે રાખી મુલાકાત લીધી ત્યારબાદ નગરપાલિકા ના ચીફ ઓફિસર દ્વારા જે પતરા મારવાની કામગીરી કરવા માં આવી હતી અને એવિસ્તાર ના રહીશો કૅન્ટમેન્ટ જોન ની બહાર ના નીકળવા ની સૂચના આપી હતી.
અને નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર કમલેશભાઈ સેવક ને જે વિસ્તાર માં કૅન્ટમેન્ટ જોન માં છે ત્યાં જરૂરી સેવા ઓ પુરી પાડવા ની સૂચના પણ આપવા માં આવી હતી.
જેમાં ઠાસરા ના પ્રાંતધિકારી તાલુકા હેલ્થ ઓફિસર મામલતદાર ડાકોર સી.એસ.સી.ના ડૉક્ટર શ્રી ડાકોર ના ચીફઓફિસર નગરપાલિકા ના સેનેટરી ઇન્સ્પેક્ટર સ્ટાફ સહિત હાજર રહ્યા હતા.