628 Total Views
કરાચી સ્થિત પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જ પર આતંકી હુમલો થયો છે. Ary ન્યૂઝ રિપોર્ટના મતે સોમવારના રોજ પાકિસ્તાન સ્ટોક એક્સચેન્જની બિલ્ડિંગમાં ચાર આતંકીઓ ઘૂસ્યા અને અંધાધૂંધ ફાયરિંગ કરી રહ્યા છે. ચારેય આતંકીઓને ઠાર કરી દેવાયા છે. આતંકીઓના ફાયરિંગમાં પાંચ લોકોના મોતના સમાચાર છે.
પાકિસ્તાન મીડિયાના મતે ચારેય આતંકીને ઠાર કરી દેવાયા છે. જિયો ન્યૂઝ સાથે વાત કરતાં કરાચીના ઇન્સપેકટર જનરલે કહ્યું કે સ્થિતિ નિયંત્રણમાં છે અને તમામ આતંકીઓને ઠાર કરી દેવાય છે. રેન્જર્સ અને પોલીસના જવાનો બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા છે અને સર્ચ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે. હાલ સોશિયલ મીડિયા પર કરાચી સ્ટોક એક્સચેન્જમાં આતંકવાદી હુમલો થયો તે સમયનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
Video from inside the Pakistan Stock Exchange building#Karachi #StockExchange attacked with hand grenades and firing. Director PSX says the attackers were able to reach inside the trading hall. 3 attackers and reportedly killed while one is still inside. Two people have died. pic.twitter.com/h32rVCwdlW
— Raza Akram (@RazaAkram222) June 29, 2020