GUJARAT

જમ્મુ-કાશ્મીર: અરનિયા સેક્ટરમાં જોવા મળ્યુ ડ્રોન, તપાસ અભિયાન ચલાવી રહી છે સેના

 1,034 Total Views

જમ્મુ વિભાગના અરનિયા સેક્ટરમાં સોમવારે સવારે એક ડ્રોન જોવા મળ્યુ. જેની માહિતી પર પોલીસ અને બીએસએફની ટીમ તપાસ અભિયાન ચલાવી રહ્યુ છે. હજુ સુધી કોઈ પુન: પ્રાપ્તિ થઈ નથી.

એક અધિકારીએ જણાવ્યુ કે સવારે લગભગ 5:30 વાગે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અરનિયા સેક્ટરમાં સૈનિકોએ આકાશમાં લાલ અને પીળી રોશની જોવા મળી. જેને નિશાન બનાવતા સૈનિકોએ 25 રાઉન્ડ ફાયરીંગ કર્યુ. જે બાદ ડ્રોન પાકિસ્તાન તરફ ગયુ.

એલઓસી અને આઈબી પર સેનાની તૈનાતીના કારણે ઘૂસણખોરીમાં નાકામ પાકિસ્તાન ડ્રોનનો સહારો લઈ રહ્યુ છે. જમ્મુ-કાશ્મીરથી લઈને પંજાબ સુધી પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અંજામ આપવાનો પ્રયત્ન કરે છે.

કલમ 370 હટાવવા અને ખાસ કરીને આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયેલા સીઝફાયર સમાધાન બાદથી ડ્રોન ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો છે. ખીણમાં અમન બહાલીથી પાકિસ્તાન અકળાયુ છે. આના કારણે સરહદ પારથી આતંકી ઘટનાઓને અંજામ આપવા અને આતંકવાદીઓ સુધી હથિયાર પહોંચાડવા માટે ડ્રોનનો સહારો લેવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.