1,659 Total Views
યશ બેંક અને આઈસીઆઈસી બેંકની બિઝનેસ પાર્ટનર અને મની ટ્રાન્સફ્ર, બિલ પે, આધાર કાર્ડ થકી ચૂકવણી જેવી સર્વિસ આપતી ઈઝી-પે કંપની સાથે એજન્સી બનીને અજાણ્યા ઠગ રૂ.૧૯ લાખની ઠગાઈ કરી ગયાની કંપનીના મેનેજરે સાયબર સેલમાં ફ્રિયાદ નોંધાવી છે. લીક થયેલા ડેટામાંથી બાયોમેટ્રીક અને આધારકાર્ડના ડેટાની ચોરી કરીને કહેવાતા એજન્ટોએ ૯૧ ગ્રાહકોના ખાતામાંથી રૂ.૧૯ લાખ ઠગે સેરવી લીધા છે. આ અંગે બેંકોએ કંપનીને મેઈલ કરી જાણ કરી ત્યારે કંપનીને જાણ થઈ હતી.
એજન્ટો બનીને ગ્રાહકોના આધારકાર્ડના ડેટા મેળવી તેના આધારે જુદી જુદી બેંકોના ભોગ બનનાર ખાતાધારકોએ પોતાનો આધાર કાર્ડ કે બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ આપી ન હોવા છતાં પણ તેમના બેંક ખાતામાંથી ઓનલાઈન રૂપિયાના ટ્રાન્ઝેક્શન કર્યા છે.એમ.પીના ભીંડ જીલ્લાની ગેંગ હોવાની શકયતા સેવાઇ રહી છે. કંપનીએ ભીંડ જીલ્લાના બ્લોક કરી દીધો હોવાનુ જાણવા મળ્યુ છે. એસ.જી.હાઈવે પર રાજપથ કલબ સામે રંગીન પાર્ક સોસાયટીમાં આવેલી ઈટ્વજઅઁટ્વઅ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં જનરલ મેનેજર ફઈનાન્સ તરીકે છેલ્લા ૪ વર્ષથી ફ્રજ બજાવતા ધર્મેન્દ્રસિંહ ભાગ્યવંતસિંહ સોઢા (ઉં-૩૩) કાવેરી સંગમ શીલજ સર્કલ ખાતે રહે છે.ઈટ્વજઅઁટ્વઅની પાર્ટનર બેંકો ICICI અને YES બેંકે ૯૧ જેટલા ગ્રાહકોએ કોઈ જગ્યાએ પોતાનો આધારકાર્ડ નંબર કે બાયોમેટ્રિક પ્રિન્ટ ના આપી હોવા છતાં કુલ રૂ.૧૮,૯૪,૫૦૦ની છેતરપિંડી થઈ હોવાની ફ્રિયાદ કરી હતી જો કે કંપનીએ સતર્કતા રાખી હોવાથી વધારે લોકો ઠગાઇનો ભોગ બનતા બચી ગયા છે.