GUJARAT

ગુજરાતમાં ૧લી ફ્રેબુઆરીને થી ૯ અને ૧૧ માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાશે.

 1,585 Total Views

ગુજરાતમાં ૧૧મી જાન્યુઆરીથી ધોરણ ૧૦ અને ૧૨ માટે ફિઝિકલ એજ્યુકેશન માટે ક્લાસ રૂમ શરૂ થયા બાદ સરકાર ધોરણ ૯ અને ૧૧ માટે પણ સ્કૂલો ખોલવા આગળ વધી રહી છે. આગામી સોમવારથી આ બેઉ વર્ગો માટે શાળાઓ શરૂ કરવી કે કેમ ? તે મુદ્દે બુધવારે મંત્રી મંડળની બેઠકમાં વિવિધ સ્તરેથી અભિપ્રાયો મેળવ્યા બાદ નિર્ણય થશે. તેમ જાણવા મળ્યુ છે.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડસામાનો સંપર્ક કરતા તેમણે કહ્યુ કે ”ધોરણ ૧૦ અને ૧૨ના વર્ગો શરૂ કર્યા બાદ વિદ્યાર્થી, વાલીઓ, શિક્ષકો અને શાળા સંચાલકો તેમજ અધિકારીઓ સ્તરેથી ફિડબેક માંગવામાં આવ્યા છે. હાલના તબક્કે ધોરણ ૯ અને ૧૧ના વર્ગખંડો માટે શાળાઓ શરૂ સંદર્ભે કોઈ નિર્ણય કર્યો નથી.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કર્યા બાદ આગળ વધીશું” આ તરફ શિક્ષણ વિભાગના ટોચના અધિકારીઓએ મોડામાં મોડા ફેબ્રુઆરી મહિનાના આરંભથી ધોરણ ૯ અને ૧૧ માટે શાળાઓ શરૂ કરવાની તૈયારી કરી લીધી છે.

વિતેલા એક સપ્તાહમાં ઉપલા ધોરણના વર્ગખંડો માટે શાળા- કોલેજો શરૂ કર્યા બાદ જે શહેર કે ગામમાં કોવિડ-૧૯ના કેસોનું પ્રમાણ ઊંચું રહું છે ત્યાં વિદ્યાર્થી અને શિક્ષકોમાં ચેપનો ફેલાવો થયો છે કે કેમ ? તેની સમિક્ષા સાથેનો રિપોર્ટ કેબિનેટમાં રજૂ થશે. જેના આધારે ૨૫ જાન્યુઆરીને સોમવાર પછી અથવા તો ૧લી ફ્રેબુઆરીને સોમવારથી ૯ અને ૧૧ માટે સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લેવાશે.

કોરોનાને કારણે આ વર્ષે બોર્ડની પરીક્ષાઓ મે મહિનામાં યોજનાર છે. શિક્ષણ વિભાગ ધોરણ- ૯ અને ૧૧ બાદ માર્ચ મહિનામાં ધોરણ ૬થી ૮ ઉચ્ચ પ્રાથમિક અને એપ્રિલથી ધોરણ ૧થી પાંચ પ્રાથમિક શિક્ષણ માટે સ્કૂલો શરૂ કરવા આગળ વધી રહું છે. આથી, આ વર્ષે લાંબું ઉનાળુ વેકેશન નહિ પડે. બોર્ડ સિવાયના ધોરણો માટે જૂન મહિનામાં પરીક્ષાઓ યોજાશે. જેથી ઉનાળું વેકેશન માત્ર ૭થી ૧૪ દિવસનું કરી દેવાય તો નવાઈ નહીં !

Leave a Reply

Your email address will not be published.