Bollywood

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને લગભગ ત્રણ મહિના થયાં છે, પરંતુ આજે પણ તેમના પ્રિયજનો તેમને ભૂલી શક્યા નથી…

 659 Total Views

સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને લગભગ ત્રણ મહિના થયાં છે, પરંતુ આજે પણ તેમના પ્રિયજનો તેમને ભૂલી શક્યા નથી. ફિલ્મ કેદારનાથના ડિરેક્ટર અભિષેક કપૂરે સુશાંતને યાદ કરતા એક વીડિયો શેર કર્યો છે. અભિષેકે કહ્યું છે કે ઝેરીલા મગજ ધરાવતા લોકોએ સુશાંતને ખાતરી આપી કે પ્રશંસકો તેમને ચાહતા નથી.

સારા અલી ખાન અને સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2018માં રિલીઝ થયેલી ફિલ્મ કેદારનાથમાં સાથે જોવા મળ્યા હતા. સારાએ આ ફિલ્મથી ફિલ્મોમાં પ્રવેશ કર્યો. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂરે કર્યું હતું. હવે તેણે સુશાંતનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

અભિષેક કપૂરે શેર કરેલા આ વીડિયોમાં કેદારનાથના શૂટિંગ દરમિયાન સુશાંતની તસવીરો જોવા મળી રહી છે. આ વીડિયોમાં સુશાંત કેટલીકવાર મસ્તી કરતો જોવા મળે છે તો ક્યારેક શૂટિંગ કરતો નજરે ચડે છે. સુશાંતના ચાહકો આ વીડિયો પર કમેન્ટ કરી રહ્યા છે.

વીડિયો શેર કરતાં અભિષેક કપૂરે લખ્યું કે, ‘કાશ સુશાંત તુ જાણી શક્યો હોત કે તારા ચાહકો તને કેટલો પ્રેમ કરે છે. કાશ તે તારી આસપાસ રહેલા ઝેરી દિમાગવાળા લોકોની વાત પર વિશ્વાસ ન કર્યો હોત. હું ઈચ્છું છું કે તમે જોઈ શકો કે તમારા ચાહકો ન્યાય માટે કેવી રીતે લડી રહ્યા છે. કાશ હું તને કહી શક્યો હોત કે સુશાંત તુ ખુબજ સારૂ કામ કરે છે તારૂ કામ એક દીવસ જરૂર બોલશે. તારી મહેનત રંગ લાવશે.

નોંધપાત્ર વાત એ છે કે સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ 14 જૂને તેમના બાંદ્રા નિવાસસ્થાને મળ્યો હતો. સીબીઆઈ, એનસીબી અને ઇડી હવે આ કેસની તપાસ કરી રહ્યા છે. આ કેસમાં ડ્રગ કનેક્શન્સ બહાર આવ્યા બાદ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીની ધરપકડ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.