743 Total Views
- જૂના શેડ્યૂલમાં IPLને 50 દિવસની જગ્યાએ 44 દિવસ સુધી રમાવાની હતી, દરેક 8 ટીમને 14-14 મેચ રમવાની હતી
- એક દિવસમાં 2 મેચની સંખ્યા વધારવામા આવી શકે છે, પહેલાની જેમ 5ની જગ્યાએ હવે હવે દર સાત દિવસે ડબલ હેડર હોઇ શકે છે
નવી દિલ્હી. આ વર્ષે IPL 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. લીગની ફાઇનલ 8 નવેમ્બરે રમાશે. IPLના ચેરમેન બ્રિજેશ પટેલે સત્તાવાર રીતે તેની જાહેરાત કરી છે.
Indian Premier League (IPL) 2020 to be played from 19th September to 8th November. It will be a full-fledged tournament: Brijesh Patel, IPL Chairman pic.twitter.com/QsULr9EqtZ
— ANI (@ANI) July 24, 2020
આવતા અટવાડિયે IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠક યોજાશે. તેમાં ત્રણ મોટા એજેન્ડા પર વાતચીત થવાની છે. તેમાં UAEમાં લીગ શિફ્ટ કરવી, ફ્રેન્ચાઇઝ માટે કોરોના ગાઇડલાઇન બનાવવી અને બ્રોડકાસ્ટર્સની ડિમાન્ડ સામેલ છે.
1. લીગને UAE શિફ્ટ કરવી, વેન્યૂ અને મેચની સંખ્યા નક્કી કરવી
એક ફ્રેન્ચાઇઝ સાથે જોડાયેલા ઓફિશિયલે ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે જેવી UAEમાં રમવાની મંજૂરી મળશે તેની સાથેજ BCCI એમિરેટ્સ ક્રિકેટ બોર્ડને તેની જાણકારી આપશે. જ્યાં સુધી મને માહિતી છે, બોર્ડ આ ટુર્નામેન્ટને ટૂંકાવશે નહીં. જૂના ફોર્મેટની જેમજ 60 મેચ થશે. દરેક ટીમ 14-14 મેચ રમશે. ડબલ હેડર (એક દિવસમાં બે મેચ)ને જોતા ટુર્નામેન્ટ 44થી 48 દિવસની હોઇ શકે છે. ઓરિજિનલ શેડ્યૂલમાં માત્ર 5 રવિવારે જ ડબલ હેડર થવાના હતા. જોકે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તેની સંખ્યા વધી શકે છે.
2. ફ્રેન્ચાઇઝ માટે ગાઇડલાઇન અને તાલીમ વિશે વાત થશે
UAEમાં ત્રણ ક્રિકેટ સ્ટેડિયમ છે જેમાં IPL મેચ આયોજિત થઇ શકે છે- દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુ ધાબીનું શેખ જાયદ સ્ટેડિયમ અને શારજાહનું સ્ટેડિયમ છે. જાણકારી પ્રમાણે BCCI ટીમોને ટ્રેનિંગ માટે ICC એકેડમી ભાડા પર લઇ શકે છે. ICC એકેડમીમાં બે ફુલ સાઇઝ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. તેમાં 38 ટર્ફ અને 6 ઇન્ડોર પિચ સિવાય 5700 સ્ક્વેર ફુટનો આઉટડોર કન્ડીશનિંગ એરિયા પણ છે. તે સિવાય ફિઝિયોથેરાપી અને મેડિસિન સેન્ટર પણ છે. તેથી જે ટીમ દુબઇમાં રહેશે તે ફી ચૂકવીને ICC એકેડમીમાં તાલીમ લઇ શકશે. અબુ ધાબીમાં રહેનારી ટીમ પણ અહીં પ્રેક્ટિસ કરી શકે છે કારણ કે દુબઇથી તે માત્ર દોઢ કલાકના અંતરે જ છે.
3. બ્રોડકાસ્ટર્સની ડિમાન્ડ અંગે વાત થશે
IPLની ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં ટુર્નામેન્ટના શેડ્યૂલ અને લંબાઇ અંગે બ્રોડકાસ્ટર્સ સાથે વાત થશે. લીગના બ્રોડકાસ્ટર્સ સ્ટાર સ્પોર્ટ્સે 16347 કરોડમાં IPLના રાઇટ્સ મેળવ્યા છે. મીટિંગમાં રાત્રે થનારી મેચના ટાઇમિંગ અંગે પણ વાત થઇ શકે છે. એ નક્કી કરવામા આવશે કે મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8 વાગ્યે (6.30 PM દુબઇ ટાઇમ) કરવામા આવે કે પછી અડધો કલાક પહેલા.
જો ટુર્નામેન્ટ 16થી 29 સપ્ટેમ્બર વચ્ચે શરૂ થઇને 14 નવેમ્બર(દિવાળી) સુધી ચાલશે તો 7 દિવસથી વધુ ડબલ હેડર નહીં થાય જે બ્રોડકાસ્ટર્સ માટે પણ સારું રહેશે.