782 Total Views
નવી દિલ્હી, તા. 1. જુલાઈ, 2020 બુધવાર
ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલની સ્પોન્સરશિપમાંથી ચાઈનીઝ કંપનીના બાદબાકી કરે તેવા સંકેતો મળી રહ્યા છે.
ગલવાન ખીણમાં ચીનની સેના સાથેની લડાઈમાં ભારતીય સેનાના 20 જવાન શહીદ થયા બાદ દેશભરમાં ચીન સામે ગુસ્સો વધી રહ્યો છે.તેમાં ચીની મીડિયા અને પ્રવક્તાઓના અભિમાની નિવેદનો લોકોમાં આક્રોશ વધારે ભડકાવી રહ્યા છે.
આ સંજોગોમાં ભારતની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ આઈપીએલમાં ચીનની કંપનીની સ્પોન્સરશીપ પણ ક્રિકેટ બોર્ડ રદ કરી દે તેવા સંકેતો મળી રહ્યા છે.
સ્પોન્સરશીપ પર પુન વિચારણા કરવા માટે ક્રિકેટ બોર્ડ દ્વારા આગામી દિવસોમાં બેઠક બોલાવવામાં આવી શકે છે.બોર્ડના સૂત્રોએ કહ્યુ હતુ કે, આઈપીએલમાં ચીનની કંપનીઓની સ્પોન્સરશિપ અંગે ક્રિકેટ અને દેશના સર્વોચ્ચ હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
જોકે સૂત્રોનુ એવુ પણ કહેવુ હતુ કે, હજી સુધી આ બેઠકની કોઈ તારીખ નક્કી થઈ નથી.આ બેઠકમાં બીજા કેટલાક મુદ્દા પર પણ ચર્ચા થઈ શકે છે.
ગઈકાલે જ પંજાબની ટીમના સહ માલિક નેસ વાડિયાએ પણ કહ્યુ હતુ કે, ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી ચીનની કંપનીઓની સ્પોન્સરશિપ ધીરે ધીરે ખતમ થવી જોઈએ.