NRI

ભારતીય અમેરિકન લોકોને પણ ચૂંટણી પ્રચારમાં જગ્યા મળી રહી છે.

 1,004 Total Views

ભારતીય મૂળના અમેરિકન પ્રેસ્ટન કુલકર્ણી (Preston Kulkarni) ટ્રમ્પ (Trump)ની પાર્ટી તરફથી ચૂંટણીમાં ઉભા છે. પૂર્વ રાજદ્વારી કુલકર્ણી ઈરાન (Iran) અને ઇઝરાયલ (Israel) જેવા દેશોમાં તૈનાત રહી ચૂકયા છે અને તેઓ હંમેશાં પોતાની કૂટનીતિ અને મજબૂત ઇરાદાઓ માટે જાણીતા છે. રસપ્રદ વાત એ છે કે તેમનો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે પણ સંબંધ છે.

ભારતીય મતદારોને આકર્ષવાની રાજનીતિ

ટ્રમ્પની પાર્ટી ડેમોક્રેટ્સ ભારતવંશી અમેરિકન મતદારોને આકર્ષવા માટે તમામ દાવ રમી રહ્યું છે. તેમાં ભારતીયોના મુદ્દાઓને પોતાના ચૂંટણીલક્ષી એજન્ડાનો એક ભાગ બનાવવા તો સામેલ છે, તેની સાથે જ ભારતીય અમેરિકન લોકોને પણ ચૂંટણી પ્રચારમાં જગ્યા મળી રહી છે. એટલે સુધી કે ભારતીય મૂળના ઉમેદવારો પણ પાર્ટીમાં દેખાઈ રહ્યા છે. પ્રેસ્ટન કુલકર્ણી એક એવું જ નામ છે, જે ટેક્સાસ જેવા મહત્વના રાજ્યમાંથી દાવેદાર છે.

ટેક્સાસમાં મિશ્ર વસતી

41 વર્ષના કુલકર્ણી રિપબ્લિકનના ટ્રોય નેહલ્સની સામે ઉભો છે અને જો તેઓ જીતે છે તો તેઓ ટેક્સાસથી જીતનાર પ્રથમ હિન્દુ પ્રતિનિધિ હશે. વસતીની દ્રષ્ટિથી આ રાજ્ય તદ્દન વિવિધતાવાળુ છે. સફેદ જાતિની વસતી અહીં લગભગ 64 ટકા છે, લેટિન મૂળના 25 ટકા લોકો, એશિયન વસતી 17 ટકા, જ્યારે 12 ટકા અશ્વેત છે.

આ ડેટા સેન્સરે રજૂ કર્યો છે જે બતાવે છે કે અહીં શ્વેતોની વધુ વસતીની વચ્ચે કોઇ હિન્દુસ્તાનીએ જગ્યા બનાવી કેટલું મુશ્કેલ હોઈ શકે છે. જો કે ત્યારબાદ પણ કુલકર્ણીને અહીંથી બેઠક મળવી તેમની મજબૂતીને દર્શાવે છે.

કુલકર્ણીનો ઇતિહાસ શું છે

1969ની સાલમાં કુલકર્ણીનો પરિવાર અમેરિકાથી ભારત આવ્યો હતો, જ્યાં તેમનો જન્મ 1978માં અમેરિકાના લુસિયાનામાં થયો હતો. કુલકર્ણીના પિતા વ્યંકટેશ કુલકર્ણી ભારતીય નવલકથાકાર અને શિક્ષણવિદ્ હતા, જ્યારે તેમની માતા માર્ગારેટ પ્રેસ્ટન કુલકર્ણી પશ્ચિમ વર્જિનિયાના છે.

કુલકર્ણીને વારસામાં રાજકારણ મળ્યું હોય તેમ માનવામાં આવે છે. કારણ કે તેમની માતા માર્ગારેટનો પરિવાર છે. હકીકતમાં માર્ગારેટના પૂર્વજ સેમ હૉસ્ટન 19મી સદીમાં મેક્સિકોથી અમેરિકા આવ્યા હતા અને ટેક્સાસના રાજકારણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. એક અહેવાલ મુજબ કુલકર્ણી પોતે એ મીડિયા ઇન્ટરવ્યુ દરમ્યાન આ વાત કહી ચૂકયા છે.

પિતાના કેન્સરે અભ્યાસ છોડાવ્યો

આ જ કારણોસર ટેક્સાસમાં તેમની સારી પકડ છે. કુલકર્ણીની ચૂંટણી વેબસાઇટમાં પણ તેમના સંઘર્ષોનો ઉલ્લેખ જોવા મળે છે. તેમણે 18 વર્ષની ઉંમરે ટેક્સાસ યુનિવર્સિટીમાંથી અભ્યાસ છોડી દીધો હતો, કારણ કે તે જ સમયે તેમના પિતા વૈંકટેશ કુલકર્ણીને બ્લડ કેન્સર હોવાનું નિદાન થયું હતું. પિતાના અવસાન બાદ કુલકર્ણીએ તેમના ત્રણ નાના ભાઈ-બહેનોની જવાબદારી લીધી. બાદમાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી.

કોકેઇનનો નશો પણ જપ્ત થયો હતો

કુલકર્ણીની લોકપ્રિયતાનું એક કારણ એ છે કે તેઓ જમીન સાથે જોડાયેલા હોવાની સાથો સાથ તેઓ અમેરિકન યુવાનોના મુદ્દાને ધ્યાનમાં લે છે. ખુદ કુલકર્ણીના કહેવા પ્રમાણે તેમની કિશોર અવસ્થામાં હિંસા, ગુના જેવી બાબતમાં ધરપકડ થઇ હતી. 1997માં તેમણે કોકેઇન જેવે નશો રાખવામાં ધરપકડ કરવામાં આવી હતી. આ વિશે વાત કરતાં, તેઓ સ્પષ્ટપણે કહે છે કે આપણે આપણા યુવાનીમાં આ ગુનાઓ કરવાના દોષમાં બાકીની જિંદગી બગાડવી જોઈએ નહીં.

RSS સાથે લિંકની વાત

2003ની સાલમાં તેઓ યુએસ વિદેશી સેવાનો એક ભાગ બન્યા. તેમના જીવનનો એક નવો તબક્કો અહીંથી શરૂ થયો, જેની સાથે તેઓ ઇરાક, ઇઝરાયલ, તાઇવાન, જમૈકા અને રશિયા જેવા દેશોમાં રાજદ્વારી તરીકે રહ્યા. કુલકર્ણી વિશે એ પણ કહેવામાં આવે છે તેઓ ઘણી ભાષાઓ પર એક સરખી પકડ ધરાવે છે, એમ પણ કહેવાય છે કે તેમનો RSS સાથે પણ સંબંધ છે. એવું એમનેમ નથી કહેવાઇ રહ્યું. હકીકતમાં અમેરિકામાંઆ સંગઠન હિન્દુ સ્વયંસેવક સંઘના નામથી છે. ત્યાંના વાઇસ પ્રેસિડન્ટ રમેશ ભૂટાડા સાથે કુલકર્ણીના ઘનિષ્ઠ સંબંધ છે.

વાતોમાં છે વિરોધાભાસ

કુલકર્ણીએ પોતે જ કબૂલ્યું હતું કે રમેશ તેમના પિતા સમાન જ છે. બીજી તરફ કુલકર્ણીનું એમ પણ કહે છે કે બે વર્ષ પહેલા સુધી તેમને આરએસએસ વિશે કશું જ ખબર નહોતી. આ અંગે ભાજપના નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ પણ ટ્વીટ કર્યું હતું. ત્યારબાદ કુલકર્ણીએ એક ખુલ્લો પત્ર લખીને કહ્યું હતું કે તેમનો સંગઠન સાથે કોઈ સંબંધ નથી.

ભૂતપૂર્વ નેતા પ્રમોદ મહાજનના સંબંધી

કુલકર્ણીના RSSને ના જાણવાના દાવા પાછળની સત્યતા વિશે કંઇ કહી શકાય નહીં, પરંતુ તેમના વિશે બીજી એક ચોંકાવનારી વાત બહાર આવી છે કે તેઓ ભાજપના દિવંગત નેતા પ્રમોદ મહાજનના ભત્રીજા છે. આપને જણાવી દઇએ કે પાર્ટીમાં જોડાતા પહેલા પ્રમોદ મહાજન RSSનો એક ભાગ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.