India

ભારતે લેહમાં અપાચે, T-90 ટેન્કની કરી તૈનાતી તો ભડક્યું ચીન, ગ્લોબલ ટાઈમ્સે આપી ધમકી!

 677 Total Views

ભારતના સખ્ત વલણ બાદ ગલવાન ખીણથી પીછેહઠ કરનાર ચીનનું સરકારી મીડિયા ભારતના યુદ્ધ હેલિકોપ્ટર અપાચે અને ટી-90 ટેન્કની તૈનાતીથી ભડકી ગયું છે. ચીનના સરકારી પ્રોપેગેન્ડા અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીમકી આપી છે કે જો ભારત કોઈ ઉશ્કેરણીજનક કાર્યવાહી કરશે તો ચીન પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ભારતને જવાબ આપવા માટે પીએલએ એ તિબેટના ઊંચાઈવાળા વિસ્તારમાં ઘણા આત્યાધુનિક હથિયાર તૈનાત કર્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ ગ્લોબલ ટાઇમ્સે એવો પણ આરોપ લગાવ્યો કે ભારત સરહદ પર સતત સેના વધારી રહ્યું છે અને યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. ચીની અખબારે એમ પણ કહ્યું કે પીએલએ એ મલ્ટિપલ રોકેટ લોન્ચર, તોપ, એન્ટિ ટેન્ક મિસાઇલ, એન્ટિ એયરક્રાફ્ટ ગન, હળવા ટેન્ક અને અટેક હેલીકોપ્ટર પોતાની ઉત્તરી પશ્ચિમી સરહદ પર તૈનાત કર્યા છે. ગ્લોબલ ટાઇમ્સે કહ્યું કે આ હથિયાર ખાસ રીતે ઊંચાઈવાળા વિસ્તારોમાં લડાઈ માટે તૈયાર કરવામાં આવ્યા છે.

ભારતે અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈયાર કર્યા:

ચીની અખબારે કહ્યું કે ભારતે તાજેતરમાં પોતાના અગ્રિમ મોરચે અપાચે લડાકુ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે. આ સિવાય ભારતે ગલવાન ખીણમાં ટી-90 ટેન્ક પણ તૈનાત કર્યા છે. ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે ભારત સાથે તણાવ ઓછો કરવા ભલે સંમતિ બની છે પરંતુ ચીન ભારતની કોઈ પણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ આપવા તૈયાર છે. આપને જણાવી દઈએ કે 15 જૂને લદ્દાખની ગલવાન ખીણ સરહદ પર ચીની અને ભારતીય સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ બંને દેશો વચ્ચે વિવાદ વધ્યો હતો. જો કે, હવે ભારતના કડક વલણને જોઈ ચીને સકારાત્મક પ્રતિક્રિયા આપવાની શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published.