GUJARAT

India Corona Cases Yesterday: દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ, ભારત બન્યો વિશ્વનો ત્રીજો દેશ

 833 Total Views

સ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન આજે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખ પહોંચી ગયો છે. આ સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં કુલ મૃત્યુઆંકની 5.95 લાખ સાથે અમેરિકા પ્રથમ અને 4.22 લાખ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે.

એક્ટિવ કેસ 37 લાખને પાર

દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ધીમી ગતિએ વધી રહ્યો છે. ગઈકાલે દેશમાં કોરોનાના કેસમાં 37,572નો ઘટાડો થયો હતો.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,29,942 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3876 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,56,082 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ- બે કરોડ 26 લાખ 62 હજાર 575
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 90 લાખ 27 હજાર 304
કુલ એક્ટિવ કેસ – 37 લાખ 15 હજાર 221
કુલ મોત – 2 લાખ 49 હજાર 992

Leave a Reply

Your email address will not be published.