1,083 Total Views
સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.
Coronavirus Cases India: દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ દરમિયાન સતત બીજા દિવેસ 4000 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક અઢી લાખને પાર થઈ ગયો ગયો છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,43,144 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4000 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,44,776 લોકો ઠીક પણ થયા છે.