GUJARAT

India Corona Cases: દેશમાં કોરોનાનો કોહરામ, સતત ત્રીજા દિવસે 3200થી વધારે મોત, એક જ દિવસમાં રેકોર્ડ 3.86 લાખ નવા કેસ નોંધાયા

 754 Total Views

છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 (COVID 19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત આઠમાં દિવસે ભારતમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા હતા અને સતત ત્રીજા દિવસે 3200થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 31 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ 19 (COVID 19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.

દેશમાં શું છે કોરોનાની સ્થિતિ

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 386,452 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 3498 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 2,97,540 લોકો ઠીક પણ થયા છે.

કુલ કેસ એક કરોડ 87 લાખ 62 હજાર 976
કુલ ડિસ્ચાર્જ એક કરોડ 53 લાખ 84 હજાર 418
કુલ એક્ટિવ કેસ 31 લાખ 70 હજાર 228
કુલ મોત 2 લાખ 8 હજાર 330
કુલ રસીકરણ 15 કરોડ 22 લાખ 45 હજાર 179 ડોઝ આપવામાં આવ્યા.
15 કરોડથી વધારેને રસી અપાઈ

દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 15 કરોડ 22 લાખ 45 હજાર 179ડોઝ આપવામાં આવ્યા છે.

આ રાજ્યોમાં એક્ટિવ કેસ એક લાખથી વધુ

સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કેરળ, રાજસ્થાન, કર્ણાટક, છત્તીસગઢ, ગુજરાત અને તમિલનાડુ એવા રાજ્ય છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published.