India

ભારતે PUBG સહિત 108 ચીની એપ પ્રતિબંધિત કરતા ચીનને મરચાં લાગ્યા, ગિન્નાતા બોલ્યું…

 544 Total Views

લદ્દાખમાં ભારતીય સૈનિકોના જોરદાર એકશન બાદ ભારતે વધુ 108 ચીની એપને પ્રતિબંધિત કરતાં ચીન બરાબરનું ભડકયું છે. ચીનના વાણિજય મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને ભારતના આ પગલાં પર ગંભીર ચિંતા વ્યકત કરી છે. સાથો સાથ ચીની વાણિજય મંત્રાલયે એક નિવેદન રજૂ કરીને ભારતના આ નિર્ણય પર સખ્ત નારાજગી વ્યકત કરી છે. લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત અત્યાર સુધીમાં ચીનની 224 એપ પર પ્રતિબંધ મૂકી ચૂકયું છે.

ચીની વાણિજય મંત્રાલયે કહ્યું કે ભારત દ્વારા એપ પર પ્રતિબંધ મૂકવો ચીની રોકાણકારો અને સર્વિસ પ્રોવાઇડરોના કાયદાના હિતોનું ઉલ્લંઘન કરે છે. ચીન તેને લઇ ગંભીરતાપૂર્વક ચિંતિત છે અને પૂરજોરથી વિરોધ કરે છે. આની પહેલાં પૂર્વ લદ્દાખમાં એલએસી પર ચીનની સાથે વધતા તણાવની વચ્ચે ભારતે બુધવારના રોજ પ્રખ્યાત ગેમિંગ એપ PUBG સહિત 118 બીજી મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ એપ ચીનની કંપનીઓ સાથે જોડાયેલી છે.આની પહેલાં જૂનમાં ભારતે ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જુલાઇમાં પણ ચીનની સાથે જોડાયેલી 47 એપ પ્રતિબંધિત કરાઇ હતી. આમ અત્યાર સુધીમાં ચીન સાથે જોડાયેલી કુલ 224 મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આવો સમજીએ આ એપ ચીન માટે કેટલી મોટી ખોટ છે અને તેના દ્વારા ભારત શું સંદેશો આપવા માંગે છે. બુધવારના રોજ જે મોબાઇલ એપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તેમાં પબજી, પબજી લાઇ સહિત બાયદૂ, બાયદૂ એક્સપ્રેસ એડિશન, અલીપે, ટેનસેંટ વોચલિસ્ટ, ફેસયૂ, વીચેટ રીડિંગ, ગવર્નમેંટ વીચેટ, ટેનસેંટ વેયુન, આપુસ લોન્ચર પ્રો, આપુસ સિક્યોરિટી, કટ કટ, શેયરસેવા બાઇ શાઓમી અને કેમકાર્ડ જેવી એપ સામેલ છે.

તેમાંથી મોટાભાગની એપના ભારતમાં મોટી સંખ્યામાં યુઝર્સ હતા. કેટલાંય ભારતીય યુવાનોને તો લોકપ્રિય ગેમિંગ એપ પબ્જીની એક બાજુથી લત લાગી છે. વાત જો ભારતમાં પબજી એપની ડાઉનલોડની કરીએ તો તેને 5 કરોડથી વધુ વખત ડાઉનલોડ થઇ ચૂકી હતી. ભારતમાં તેના 3.3 કરોડ એક્ટિવ યુઝર હતા, જે ખૂબ મોટી સંખ્યા છે. હવે આના પર પ્રતિબંધોથી ચીની કંપનીઓની કમાણીને સીધે સીધે અસર થશે. પબજીને આમ તો એક સાઉથ કોરિયન કંપનીએ ડેવલપ કરી હતી પરંતુ તેના જેટલા પણ વર્ઝન રજૂ થાય છે તેને ચીની કંપની ટેંસેંટ રજૂ કરે છે.

Leave a Reply

Your email address will not be published.