663 Total Views
ચીન અને અમેરિકાની વચ્ચે કોરોના વાયરસ, ટ્રેડ વોરથી લઇ દક્ષિણ ચીન સાગર જેવા મુદ્દાના લઇ વધેલ ટેન્શન હાલ ઓછું થતું દેખાઇ રહ્યું નથી. ઉલટાનું બંને દેશોએ પોતાને ત્યાં એકબીજાના કોન્સુલેટ બંધ કરી નાંખ્યા તેના લીધે સ્થિતિ વધુ ચિંતાજનક થઇ ગઇ છે. આ બધાની વચ્ચે અમેરિકન વાયુસેનાના જંગી જહાજ ચીનની ખૂબ જ નજીક પહોંચી જતા દુનિયા માટે ખતરાજનક સમાચાર કહી શકાય. એટલે સુધી કે એક જહાજ શાંઘાઇથી અંદાજે 100 કિલોમીટર દૂર જઇને પહોંચી ગયું. તાજેતરના વર્ષોમાં આ આટલું નજીક પહોંચી ગયું હોય તેવી આ પહેલી ઘટના છે જે આંચકાજનક સમાચાર છે.
રેકી કરવા પહોંચ્યું જેટ?
પેકિંગ યુનિવર્સિટીના થિંક ટેન્ક સાઉથ ચાઇના સી સ્ટ્રેટેજીક સિચુએશન પ્રોબિંગ ઇનિશિએટિવના મતે P-8A એન્ટી સબમરીન પ્લેન અને EP-3E પ્લેન રેકી કરવા માટે તાઇવાન સ્ટ્રેટમાં દાખલ થયું અને ઝોઝિયાંગ અને ફુજિયાનના દરિયાકિનારા પર ઉડાન ભરી. આ અંગે પહેલાં રવિવારે સવારે ટ્વીટ કરાઇ અને પછી કહ્યું કે રેકી કરનાર પ્લેન ફુજિયાન અને તાઇવાન સ્ટ્રેટના દક્ષિણ ભાગ સુધી પહોંચીને પાછું આવી રહ્યું છે.
શાંઘાઇની સૌથી નજીક
ત્યારબાદ માહિતી આપવામાં આવી કે અમેરિકન નેવીનું P-8A શાંઘાઇની પાસે ઓપરેટ કરી રહ્યા છે અને ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર USS Rafael Peralta પણ આ જ રસ્તા પર છે. થિંક ટેંકના ચાર્ટ પ્રમાણે P-8A 76.5 કિલોમીટરન નજીક આવી ગયું હતું જે હાલના વર્ષોમાં ખૂબ જ નજીકની ઘટના છે. બીજું જહાજ ફૂજિયાનના 106 કિલોમીટર પર હતું.
12 દિવસથી ચાલે છે હલચલ
સતત 12 દિવસથી અમેરિકન સેનાના પ્લેન ચીનની પાસે ઉડાન ભરી રહ્યા છે. સોમવારના રોજ ઇન્સ્ટિટ્યૂટે ટ્વીટ કરી હતી કે એવું લાગે છે કે અમેરિકન વાયુસેનાનું RC-135 રેકી કરનાર પ્લેન તાઇવાનના એરસ્પેસમાં દાખલ થયું છે. જો કે ઇન્સ્ટિટ્યૂટે તેની પુષ્ટિ કરી નથી અને તાઇવાનના રક્ષામંત્રાલયે આ દાવા પર કોઇ જવાબ આપ્યો નથી. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ એ ફરી ટ્વીટ કરી કે EP-3E ગુઆન્ગડોંગના 100 કિલોમીટર નજીર રેકી કરી રહ્યું છે.