Corona-live

કોરોના સંકટમાં ઈન્કમ ટેક્સે લાખો કરદાતાઓને આપ્યું અધધધ 89 હજાર કરોડનું રિફંડ

 200 Total Views

કોરોના કાળમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સતત રિફંડ પ્રક્રિયાને અપનાવી રહ્યું છે. 25 માર્ચથી જ્યારથી લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે, ત્યારથી તમામ સરકારી એજન્સીએઓ રિફંડના કામમાં ઝડપ લાવી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(CBDT)નું કહેવું છે કે, તે અત્યાર સુધી 88 હજાર 652 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરી ચૂકી છે.
CBDT તરફથી એક ટ્વીટ કરીને આ માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે, 1 એપ્રિલ 2020થી અત્યાર સુધી 24.64 લાખ કરદાતાઓને લગભગ 88652 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કરવામાં આવ્યું છે. જાણકારી પ્રમાણે, 23 લાખ 5 હજાર 726 કરદાતાઓને લગભગ 28 હજાર 180 કરોડનું ટેક્સ રિફંડ કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત મોટા પાયે કોર્પોરેટ ટેક્સ પણ રિફંડ કરવામાં આવી રહ્યો છે. કોર્પોરેટ ટેક્સની વાત કરીએ તો 1 લાખ 58 હજાર 280 મામલાઓમાં 60 હજાર 472 કરોડ ટેક્સ રિફંડ જાહેર કરવામાં આવ્યું છે.

આ રીતે ચેક કરો રિફંડનું સ્ટેટસઃ

– https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html વેબસાઈટ પર જાઓ
– પોતાના પાન કાર્ડની વિગત ભરો
– જે એસેસમેન્ટ યરનું રિફંડ સ્ટેટસ ચેક કરવાનું હોય તે વર્ષને સિલેક્ટ કરો
– કેપ્ચા કોડ નાખીને સબમિટ પર ક્લિક કરો. તમારા રિફંડના સ્ટેટસના આધારે તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

Leave a Reply

Your email address will not be published.