GUJARAT

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વસતા બાંધકામ શ્રમિકોને મુખ્યમંત્રીના હસ્તે વિનામૂલ્યે બસ પાસ અપાયા

 425 Total Views

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં

વસતા બાંધકામ શ્રમિકોને મુખ્યમંત્રીના હસ્તે વિનામૂલ્યે બસ પાસ અપાયાઃ

સુરતઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે શહેરમાં વસતા બાંધકામ શ્રમિકોને વિનામૂલ્યે બસ પાસ એનાયત કરાયા હતા. તનતોડ મહેનત કરીને પેટીયુ રળનારા બાંધકામ શ્રમિકોના કલ્યાણ માટે સુરત મહાનગરપાલિકા તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડ અનેરી પહેલ કરવામાં આવી છે. જે અનુસાર શ્રમિક પરિવહન યોજના અંતર્ગત સુરત શહેરમાં સિટિલિંક દ્વારા ચાલતી બસોમાં શ્રમયોગીઓને વિનામૂલ્યે બસ પાસ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં એક વર્ષ દરમિયાનના આ પાસની ૮૦ ટકા રકમનો ખર્ચ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચુકવવામાં આવશે તથા ૨૦ ટકા ખર્ચ લાભાર્થીએ ચુકવવાના રહે છે. પરંતુ જરૂરીયાતમંદોને આર્થિક ભીસ ન પડે અને સરળતા રહે તેવા ઉદ્દેશ સાથે બાકી ૨૦ ટકાનો ખર્ચ મહાનગરપાલિકા ભોગવશે. હવે શ્રમયોગીઓ આ પાસ દ્વારા શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે વિનામૂલ્યે જઈ શકશે.

Leave a Reply

Your email address will not be published.