GUJARAT

ગુજરાત માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આયોગે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી.

 1,276 Total Views

કોરોના મહામારી ની વચ્ચે ગુજરાત માં સ્થાનિક સ્વરાજની ચૂંટણી ના પડઘમ સંભળાઈ રહ્યા છે, રાજ્યમાં તેનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગે કોવિડ ગાઈડલાઈન જાહેર કરી દીધી છે. જેમાં કોરોના ગાઈડલાઈનના નિયમ નું પાલન કરાવવા માટે નોડલ ઓફિસરો ની નિમણૂંક કરવામાં આવી છે. જેમાં કોઈ પણ પક્ષને ડોર ટુ ડોર પ્રચારમાં માત્ર 5 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી છે. ગાઈડલાઈનમાં જણાવાયું છે કે શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન પ્રચાર કરવા સૂચન અપાયું છે. આ સિવાય અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા છે, જેના કારણે કોરોના સંક્રમિત ઉમેદવારોએ ઓનલાઈન પ્રચાર કરવો પડશે. રાજ્યમાં મેળાવડા માટે જિલ્લાના અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેનું દરેક પાર્ટીએ કડકાઈપૂર્વક પાલન કરવાનું રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈ કોવિડ માટે ગાઈડલાઈન રાજ્ય ચૂંટણી અયોગે જાહેર કરી છે. રાજ્યમાં હાલ કોવિડનું સંક્રમણ ધીમે ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ અચાનક તેમાં કોઈ વધારો ન આવે તેના માટે સરકાર કોઈ છૂટછાટ લેવા તૈયાર નથી. કોવિડ સંક્રમણ રોકવા અને નિયમોના પાલન માટે રાજ્ય કક્ષાએથી લઈ નગર પાલિકાઓ અને તાલુક કક્ષાએ નોડલ ઓફિસરની નિમણુંક કરવાના નિર્ણય કરવામાં આવ્યો છે. આ સિવાય કોઈ પણ ઉમેદવારે ડોર ટુ ડોર પ્રચાર માટે પાંચ વ્યક્તિઓ ને જ મંજૂરી આપવામાં આવી છે. શક્ય હોય ત્યાં સુધી ઉમેદવારોને ઓનલાઈન પ્રચાર કરવા સૂચન પણ અપાયું છે.

એટલું જ નહીં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોવિડથી સંક્રમિત ઉમેદવારોએ પણ ઓનલાઇન પ્રચાર કરવાનો રહેશે. રાજ્યમાં ચૂંટણી આવે ત્યારે જાહેરમાં સભાઓ, મેળવડા, રેલીઓ થતી હોય છે, પરંતુ મેળવડાઓમાં કેન્દ્રના સૂચનોના પાલન માટે જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારી જવાબદારી સોંપી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોરોના ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝેશન જેવી બાબતો પર ભાર મુકવા સૂચન અપાયું છે.

અત્રે નોંધનીય છે કે, આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રહણ લાગ્યું છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં એક મોટા અહેવાલ સામે આવી રહ્યા છે. ચૂંટણી પંચે બહાર પાડેલા પરિપત્રને ગુજરાત હાઈકોર્ટમાં પડકારાયો છે. અરજદારે પોતાની અરજીમાં નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી થાય તે જોવાની જવાબદારી તમામની હોવાની રજૂઆત કરાઈ છે. ચૂંટણીપંચના પરિપત્ર પ્રમાણે મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ નહીં બને તેવી પણ ધારદાર રજૂઆત કરાઈ છે. 6 મહાનગરોની ચૂંટણીના પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીના મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે. હવે આ અરજી પર હાઈકોર્ટમાં આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published.