GUJARAT

ગુજરાતમાં કોરોનાના ૧૮ કેસ, વધુ ૩.૬૧ લાખને રસી અપાઇ

 810 Total Views

૧૮ જિલ્લામાં એકપણ એક્ટિવ કેસ નહીં
-સુરતમાં સૌથી વધુ ૪૬ સહિત કુલ ૧૯૩ એક્ટિવ કેસ : કુલ વેક્સિનેશન ૬.૭૧ કરોડ
અમદાવાદ,સોમવાર

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૮ નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ નવમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. સોમવારે દિવસ દરમિયાન ૩.૬૧ લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન સુરતમાંથી સૌથી વધુ ૭, વલસાડમાંથી ૪, નવસારીમાંથી ૩, અમદાવાદ-ગીર સોમનાથ-જુનાગઢ-વડોદરામાંથી ૧-૧ નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૩૦૮ છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૩૨ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૬,૦૨૯ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૭૫% છે.

રાજ્યમાં હાલ ૧૯૩ એક્ટિવ કેસ છે અને ચાર દર્દી વેન્ટિલેટર પર છે. ૧૮ જિલ્લામાં હાલ કોરોનાનો એકપણ એક્ટિવ કેસ નથી. એક પણ એક્ટિવ કેસ ન હોય તેવા જિલ્લામાં અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૃચ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, મોરબી, પંચમહાલ, ુપાટણ, પોરબંદર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપીનો સમાવેશ થાય છે. સુરતમાં સૌથી વધુ ૪૬ એક્ટિવ કેસ છે.

Leave a Reply

Your email address will not be published.